________________
પરિણામ હણાય નહીં, તે અક્રૂરતા. વિહાર કરતી વખતે થાક લાગ્યા પછી ફરીને જવાનું પસંદ કરે પણ પાણી કે સચિત્ત પૃથ્વી વગેરે ઉપર પગ મૂકીને ન જાય - તે અક્રૂરતા.
* ગૃહસ્થ માણસ એમ કહે કે મારાથી સહન નથી થતું તો તે તદ્દન ખોટો છે. કારણ કે તેમને તો ઘરના લોકોનું બધું જ વેઠવાનો અભ્યાસ છે. આજે ખાવાનું પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આપણી ઈચ્છા મુજબ મળે છે ખરું ?
* ભગવાનનો કે ગુરુનો દ્રોહ, મરી જઈએ તોય ન કરીએ તેનું નામ અક્રૂરતા. ગમે તે કારણે, ભૂતકાળના પાપયોગે સ્વભાવનો મેળ ન બેસે તો ય આજ્ઞા સાથે મેળ બેસાડીને રહેવું છે.
* ૬. ભયવાન : પાપના ડરવાળો હોય. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે પાપનો વિચાર પહેલાં કરે. અવિરતિનું પાપ જેને ભયંકર લાગે તે ધર્મ કરવા માટે યોગ્ય છે. પોતાનો અપવાદ મરણ કરતાં ભૂંડો લાગે તેનું નામ ભીરુતા.
* ૭. અશઠ : પોતાના હૈયાના ભાવો જેવા હોય તેવા ગુરુ ભગવાન આગળ જાહેર કરે. ગુનો કર્યા પછી કબૂલ ન કરવું તે માયા. વિમલનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે ને – સરળ તણે હૈડે જે આવે તેહ બતાવે બોલી ?
* જે ભાયાવી ન હોય, ગોઠવી-ગોઠવીને બોલનાર ન હોય, વાંકું બોલનાર ન હોય તેનું નામ સરળ. માયાવી હોય તે સરલ આશયવાળો ન હોય અને સરળઆશય વિનાનાને ધર્મ પરિણામ ન પામે. બાપા કરતાં દીકરા વધુ જિદ્દી હોય છતાં બાપાને કહે કે સમજતા નથી-તે માયા નહિ? કાયમ માટે વાંકું બોલવાની ટેવ હોય તેને ધર્મ પરિણમે નહિ. ગુરુભગવન્તની હિતશિક્ષા ગમતી ન હોવા છતાં ‘ભૂલ બતાવો એનો વાંધો નથી, પ્રેમથી બતાવો તો સારું.’ આનો અર્થ શું? વાત્સલ્ય જોઈએ છે, હિત નહિ - એમ માનવું પડે ને? દવાખાનામાં જાય તેણે પીડા ભોગવવાની તૈયારી રાખવાની તેમ ધર્મસ્થાનમાં આવનાર ગુર્નાદિકનાં કઠોર વચન સાંભળવાની તૈયારી રાખવી.
સ. ભગવાન પણ કરુણા અને વાત્સલ્યના નિધિ કહેવાય છે ને ?
ભગવાનનું વાત્સલ્ય કેવું હતું. ગોશાળાને કેવું વાત્સલ્ય આપ્યું? મેઘકુમારને કેવું વાત્સલ્ય આપ્યું? વત્સ કહીને પણ તેં દુર્બાન કર્યું એમ કહ્યું ને ? સાથે દુઃખ વેઠવા માટે તૈયાર કર્યા ને ? ગૌતમસ્વામી મહારાજાને બાર પર્ષદા વચ્ચે કહ્યું કે એક સમય માટે પ્રમાદ ન કરીશ. તમને આવું વાત્સલ્ય ગમે ખરું ?
૧૮૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org