________________
૧૫. પ્રાણિવધ :
* પંદરમો દોષ પ્રાણિવધ છે. જેનો ભય ટળી ગયો છે તેને બીજાને ભયભીત કરવાનો અધિકાર નથી. નિર્ભય અને શક્તિસંપન્ન બીજાને રંજાડે એ ન ચાલે તે જણાવવા માટે પ્રાણિવધ-હિંસા નામનો દોષ બતાવ્યો છે. કોઈ ગમે તેટલું દુઃખ આપશે તો ભોગવી લઈશું પણ બીજાને દુઃખ નહિ આપીએ. કોઈ ગાળ આપે તો ય સાંભળી લેવી છે પણ સામે બે ગાળ નથી આપવી – અ ધર્માત્માનું લક્ષણ છે. જનમતાંની સાથે મેરુને કંપાવી શકે એવા સામર્થ્યવાળા પણ ભગવાને સંગમનું કાળચક્ર વેઠી લીધું ને ? જેઓ દુઃખ ઈચ્છતા નથી એવા જીવોને દુઃખ આપવા દ્વારા આપણે તેમની હિંસા કરીએ છીએ. નિરપરાધીને તો દુઃખી નથી જ કરવા, પરંતુ અપરાધીને પણ ભૂતકાળના કર્મનો પ્રભાવ સમજીને જતો કરવો છે. દુઃખ આપવું એ અધર્મ અને દુ:ખ ભોગવવું તે ધર્મ ‘ભોગવવાથી દુઃખ જતું નથી, પ્રતીકાર કરવાથી દુઃખ જાય છે' આ શ્રદ્ધા મજબૂત હોવાથી દુઃખ ભોગવવાનું સત્ત્વ નથી આવતું. આજે આપણા દોષો જતા નથી અને ગુણો જતા રહે છે, આવતા નથી-તેનું કારણ ગુણો પ્રત્યેનો દ્વેષ અને દોષો પ્રત્યેનો પ્રેમ છે. આ અઢાર દોષોનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ તે ભગવાનના દોષોના અભાવનું વર્ણન નથી, આપણા દોષોનું વર્ણન છે-એમ સમજવું. પ્રતીકાર કરવાની ભાવના ટાળી દુઃખ આવકારવાની ભાવના આવે તો સારી વાત છે, પણ એટલું ન બને તોપણ આવકારવાની લાયકાત ન હોય તો મૌન રાખવું છે, દુઃખનો પ્રતીકાર કરવા જેટલી નાલાયકાત બતાવવી નથી : આટલું તો બનશે ને ? આટલા દુઃખમાં કાંઈ ગોબો નથી પડી જવાનો. કાંઈ મરી નથી જવાના. અને કદાચ ભગવાનની આજ્ઞા પાળતાં મરીએ તો ખોટું શું છે? પણ આજ્ઞા પર પગ મૂકીને જીવવું નથી. આ અઢાર દોષો કાઢવાનો પ્રયત્ન કર્યો તેનાથી ભગવાન સભ્યત્વ પામ્યા અને અઢાર દોષથી રહિત બન્યા પછી ભગવાન થયા.
* આજે આટલો નિયમ લેવો છે કે ચૌદ રાજલોકના જીવોને અભય ન આપી શકીએ તોપણ આપણા ઘરના લોકોને દુઃખી નથી જ કરવા. માબાપ હોય, ભાઈબહેન હોય કે કોઈ પણ હોય, તેમને દુઃખ થાય તે રીતે ઊંચે સાદે નથી બોલવું. અપ્રીતિ થતી હોય, સંલેશ થતો હોય એવાં કઠોર વચન નથી બોલવાં. દસ દિવસ માટે પણ નિયમ લેવો છે? મૌન રહેતાં શીખી જવું છે, જતું કરવું છે. સાધુસાધ્વીએ તો ખાસ આ નિયમ લઈ લેવાનો કે આપણા ગુરુ કે સહવર્તીને દુઃખ નથી પહોંચાડવું. ગુરુને કનડવા માટે દીક્ષા નથી, આપણા નિમિત્તે કોઈને પણ દુઃખ નથી પહોંચાડવું. આટલું પહેલું મહાવ્રત પણ પાળવાની જેની તૈયારી નહિ હોય તે પાંચ મહાવ્રત કઈ રીતે પાળી શકશે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org