________________
માર્ગે ચાલવું એ બુદ્ધિનું અનુસરણ કહેવાય. અવાવરો લાગે એ માર્ગ ઈષ્ટ સ્થાને ન પહોંચાડે એવું નહિ. માર્ગ કેવો છે એ નથી જેવું, ઈષ્ટ સ્થાને પહોંચાડે છે એ જોવું છે. બહુમતી જનની હોય કે મહાજનની ? જનો ઘણા હોય, મહાજનો તો ઓછા જ હોય. અને મહાજનો જે માર્ગે ચાલે તેને માર્ગ કહેવાય. ભગવાનની વાત સમજવા માટે બુદ્ધિ વાપરવી છે અને ન સમજાય તો બુદ્ધિને બાજુ પર મૂકીને પણ ભગવાનની વાત સ્વીકારી લેવી છે.
* ગઈ કાલે આપણે સાત પ્રકારના ભય જોઈ ગયા. આજે આપણે સન્માર્ગનું અનુસરણ નથી કરી શકતા તે આ કાલ્પનિક ભયના કારણે. આજે દીક્ષા લેવાનું મન થવા છતાં નથી લેતા તે ભયના કારણે જ ને ? વિષયો છૂટી જશે, સુખ છૂટી જશેઆ ભય જ દીક્ષા નથી લેવા દેતો ને ?
સ. વિષય તો છૂટી જાય છે, રાગ નથી છૂટતો.
વિષયો છોડવા ન પડે માટે રાગની વાત આગળ લાવ્યા ને ? એક વાર વિષયો છોડી તો દો પછી રાગ કઢાવવાનું કામ અમારું છે. અપથ્યનો રાગ છોડવાનો કે અપથ્યનો ત્યાગ કરવાનો? અપથ્યનો રાગ ગયો ન હોય છતાં અપથ્યનો ત્યાગ કરીએ તો આરોગ્ય મળે ને ? વિષયો છોડીને સંસારનો ત્યાગ કરો પછી એ વિષયો પાછા ન વળગે એ રીતે વિષયોનો રાગ છોડાવવાનું કામ અહીં(સાધુપણામાં) કરીશું. વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્યની વાતો કરવી એ તો લુચ્ચાઈ છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું छे अकृत्वा विषयत्यागं यो वैराग्यं दिधीर्षति। अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति॥ વિષયનો ત્યાગ કર્યા વગર વિષયોનો રાગ મારવાનું આપણા માટે શક્ય નથી. આમે ય આપણો રાગ તો ઓસરી જ ગયો છે ને ? જે છે એમાં રાગ તો રહ્યો નથી. હવે તેનો ત્યાગ કરવાનું જ બાકી છે ને?
સ. રાગ નથી, પણ સાધુપણામાં ફાવવું જોઈએ ને? સ્વાધ્યાય કરવાનો ન ફાવે તો ?
સ્વાધ્યાય કરવાનું તો તમને સારું ફાવે એવું છે. આજે વકીલ થયેલા કે એવા ધંધામાં પડેલા કેટલી ફાઈલો મોઢે રાખે છે ? કેટલો હિસાબ મગજમાં રાખે છે ? અનુપ્રેક્ષા કરવાની ફાવટ પણ તમને સારી છે ને ? હીરા જેઓ જોઈ શકે એ પુસ્તક ન જોઈ શકે ? જે કાંઈ તકલીફ છે એ સાધુપણાના કાલ્પનિક દુઃખની છે અને ગૃહસ્થપણામાં રાખેલ કાલ્પનિક સુખની આશાની છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org