________________
૧૬. પ્રેમ :
* જોતાની સાથે લાળ ટપકે, જ્યાં ચોદવાનું મન થાય, જ્યાંથી ખસવાનું મન ન થાય એનું નામ રાગ (પ્રેમ). રાગનો અર્થ ગ્રંથકારે સ્નેહ કર્યો છે. સ્નેહનો અર્થ ચિકાશ છે. ચિકાશનું કામ વસ્તુને ચોંટાડવાનું છે.
* જ્યાં સુધી ખવાય ત્યાં સુધી ખાઈએ એ રાગ જ ને ? ભાણે બેઠા પછી ઊભા થઈએ, તે જોઈતું નથી માટે કે હવે પેટમાં જતું નથી માટે? આજે આપણને તપ પ્રત્યે રાગ વધારે કે ખાવા પ્રત્યે રાગ વધારે ? દાન પ્રત્યે રાગ વધારે કે પૈસા પ્રત્યે રાગ વધારે? વિષયો પ્રત્યે રાગ વધારે કે શીલ પ્રત્યે રાગ વધારે ? અવિરતિ પ્રત્યે રાગ વધારે કે વિરતિ પ્રત્યે રાગ વધારે ? સંસારના સુખની ઈચ્છા વધારે કે મોક્ષની ઈચ્છા વધારે ? ભગવાનનો તપ વધારે હતો કે પારણાં વધારે હતાં? જ્યારે આપણો તપ વધારે કે પારણાં વધારે છે ? જે કર્યું છે – એનાથી સિદ્ધિ હજુ સુધી ન મળી હોય તો માનવું પડે ને કે – આપણે હજુ કરવાનું ઘણું બાકી છે. જે બાકી છે એ જોયા કરીશું તો સિધિની નજીક પહોંચી શકીશું. પર્યુષણના આઠ દિવસના પૌષધ દેખાય પણ ત્રણસો બાવન દિવસની અવિરતિ ન દેખાય ને ? કોઈ કહે કે “ઘણો તપ કરો છો' તો કહેવું કે – “ઘણો તપ નથી કર્યો. ઘણો તપ કર્યો હોત તો કાં તો સાધુ થઈ ગયો હોત અને કાં તો મોક્ષે પહોંચ્યો હોત'.
* જેને આપણી પ્રત્યે રાગ ન હોય તેની પ્રત્યે રાગ કરવો ફાવે ? જડને આપણી પ્રત્યે રાગ નથી છતાં તેની પ્રત્યે આપણે રાગ કરીએ ને? ભગવાન સુખનાં સાધન આપણને આપે છે માટે જ આપણને ભગવાન પ્રત્યે રાગ છે ને ? ડૉક્ટર અને દર્દી બન્ને પરસ્પર પ્રેમથી વાત કરે છતાં રાગ હોય ખરો ? આપણા સ્વાર્થે ડૉક્ટર પાસે જઈએ છતાં જો ત્યાં રાગ ન કરતા હોઈએ તો તેવી રીતે આપણા સ્વાર્થે સંસારમાં રહેવા છતાં રાગ નથી કરવો-આટલું નક્કી કરવું છે ? આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો પહેલાં રાગને મારવો પડશે. જડ પ્રત્યે કે ચેતન પ્રત્યે આપણે રાગ કરીએ તો આપણે ગાંડપણ કરીએ છીએ એવું લાગે ખરું ? સચેતન કે અચેતન પ્રત્યેનો પ્રેમ એ આપણા સંસારનું મૂળ છે. જે સચેતન પ્રત્યે આપણે રાગ કરીએ છીએ તેને આપણા પ્રત્યે પ્રેમ કેટલો છે. એની તપાસ કરી છે ખરી ? સકલ જીવ પ્રત્યે મૈત્રી રાખવી એ ભાવ છે જ્યારે રાગ કરવો એ દુર્ભાવ છે. આપણને જેની પ્રત્યે રાગ હોય એ પાપ ન કરે એવી ઈચ્છા હોય કે એ આપણી પ્રત્યે રાગ કરે એવી ઈચ્છા હોય ? આપણી પ્રત્યે રાગ હોય એ ગમતું હોય તો પાપમાં આપણો સાથ છે-એમ કહેવાય ને? ખવરાવાની મજા પણ ક્યારે આવે ?
O
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org