________________
સ. ઈચ્છા અને અપેક્ષા બંન્ને એક જ ને ?
સામાન્યથી બંન્ને એક હોવા છતાં થોડો ફરક પણ છે. સાધ્યની ઈચ્છાને ઈચ્છા કહેવાય અને સાધનની ઈચ્છાને અપેક્ષા કહેવાય. ખાવાની ઈચ્છા થાય પછી રસોઈયાની અપેક્ષા જાગે.
* દીક્ષા લેતાં પહેલાં ચારિત્રનું જ્ઞાન ગુરુભગવન્ત પૂરેપૂરું આપ્યું હોય છે તેથી દીક્ષા લીધા પછી જ્ઞાન માટે ગુરુભગવન્તની જરૂર ન હોવા છતાં આપણે ચારિત્રપાલન વખતે ક્યાંય પ્રમાદ ન કરીએ, કયાંય ભૂલ ન કરી બેસીએ માટે ગુરુભગવન્તની જરૂર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જિનેશ્વરભગવન્તોએ જે આપવાયોગ્ય હતું તે એક વારમાં જ આપી દીધું. ભગવાને કહ્યું ન'તું માટે આપણે સંસારમાં રખડ્યા કે કહ્યું માન્યું નહિ માટે રખડ્યા? સંસારની અસારતા અને મોક્ષની ઉપાદેયતા તો ભગવાને કહી જ દીધી હતી. આપણને રુચ્યું નહીં માટે ફરી ફરી ભગવાન સમજાવતા હતા. ડૉક્ટર પણ શું કરે છે? રોગનું નિદાન તો એક વારમાં જ કરી દે છે પરન્તુ જ્યારે એની દવા લાગુ નથી પડતી ત્યારે ફેરવી – ફેરવીને દવા આપે.
* ભગવાને જે પ્રેમ છોડી દીધો તે પ્રેમ કરી – કરીને આપણે આપણી જિંદગી બગાડી. આપણે લાત મારીએ તોપણ આપણી લાતને પંપાળે એવા સ્વાર્થના સગા હોવા છતાં આ બધા મને મોક્ષમાં સહાયક નથી બનવાના એવું તમને લાગે ખરું? છે કે આપણને પ્રેમ ગમતો હોય, એ પ્રેમ ભગવાનનો જતો રહ્યો હોય છતાં આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો એમ નથી લાગતું કે આપણે નાટક કરીએ છીએ ? કોઈ પ્રેમ ન કરે તો આપણને ગમે નહીં ને?
સ. કોઈ પ્રેમથી બોલાવે તો ગમે.
તો પછી શા માટે ભગવાનની પાસે જાવ છો ? ભગવાન પ્રેમથી બોલાવે માટે કે પ્રેમ છોડાવે માટે ? ઘરના લોકો પ્રેમથી બોલાવે છે અને પ્રેમને મજબૂત બનાવે છે માટે એવાની પાસે નથી જવું, ઘરના લોકોની પાસે પ્રેમના રોગની દવા નથી, પ્રેમનો રોગ વકરાવે એવા છે જ્યારે ભગવાન પ્રેમથી બોલાવતા નથી સાથે પ્રેમને દૂર કરે એવા છે માટે ભગવાન પાસે જઈએ – એવો આશય ખરો?
* સાધના કરતી વખતે આપણને દુઃખ આવ્યું હોય તે નડે કે મોક્ષની ઈચ્છાનો અભાવ છે એ નડે ? આજે ગુરુભગવન્ત વાત્સલ્ય ન આપે તો એનું દુઃખ છે પણ
૭.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org