________________
સંક્ષેપથી નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં એકની શ્રદ્ધાને બદલે પાંચની શ્રદ્ધાને જણાવી છે : એનું કારણ શું ?’ આજે આપણને આ દ્વારગાથા સાંભળીને કાંઈ શંકા પડી ખરી ? નહિ ને ? છતાં અમારે બોલબોલ કરવાનું ને ? માર્ગાનુસારી શંકા કરનાર શિષ્ય હોય તો બોલનારને પણ ઉત્સાહ જાગે. છતાં અમે સમજીએ કે કોઈ જીવોને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો સમજાય નહિ અને મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ ન હોય તો સમજાવાનું મન પણ ન થાય, આપણે કરુણાભાવ રાખીને સમજાવવાનો પ્રયત્ન કર્યા કરવાનો ! આજે અહીં આવેલાને ‘સમજાય તો સારી વાત, નહિ તો કંઈ નહિ’ આવો જ પરિણામ હોય ને ? બજારમાં જાઓ તો ‘કમાઈએ તો સારી વાત, નહિ તો કાંઈ નહિ’ એવો ભાવ હોય કે ‘કમાવું જ છે' એ ભાવ હોય ? તેમ અહીં ‘સમજીને જ જવું છે’ એવો ભાવ હોય ખરો ? ભણવાની શક્તિ નથી કે ભણવાની જરૂર નથી ? ‘જ્ઞાન મળતું (આવડતું) નથી, યાદ નથી રહેતું માટે નથી ગોખતા,' આવી દલીલ ન કરવી. આવડવા માટે નથી ભણવાનું, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરવા માટે ભણવાનું છે. ચૌદપૂર્વધરોને બધું યાદ હોવા છતાં રોજ સ્વાધ્યાય કરે છે એનું કારણ એ જ છે કે જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા કરવી છે. ભૂલવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય અને ભણવાથી, ન આવડે તોપણ નિર્જરા થાય. ચૌદપૂર્વી નિગોદમાં ગયા એ કયા કારણે ? સ્વાધ્યાય કર્યો નહિ અને નિદ્રાવિકથાનો પ્રમાદ કર્યો માટે ને ? સ્વાધ્યાય એ તો મિથ્યાત્વરૂપી મહામોહના દંશથી વ્યાપેલા ઝેરને દૂર કરવા માટે મહામંત્રસમાન છે. સ. ગોખવાનું ન ફાવે ને વાંચન કરે તો ?
વાંચન કરતાં આવડે છે ખરું ? વાંચન પણ જાતે નહિ ગુરુ પાસે કરવું. ધન્યકુમાર ચરિત્ર વાંચનારને ચિંતામણિ શોધવાનું મન થાય કે ચારિત્ર શોધવાનું મન થાય ? ધન્યકુમારને બંને મળ્યું હતું ને ? તમને શું ગમે ? શાલિભદ્રજીનો કૂવો જોવાનું મન થાય કે શાલિભદ્રજીનો ઓઘો જોવાનું મન થાય ? ધર્મકથા કે દ્રવ્યાનુયોગના ગ્રંથો પણ એ રીતે વાંચવા જોઈએ કે જેથી એ ચરણકરણાનુયોગમાં પરિણમે ! આચાર્યભગવન્ત પાસે વરસોની સંયમની સાધના અને એથી ચારિત્ર પ્રત્યે જે અવિહડ પ્રેમ હોય-એના યોગે તેઓશ્રીના શ્રીમુખે કથાગ્રંથ આદિનું શ્રવણ કરવાથી આપણા પરિણામની પણ શુદ્ધિ થાય. અમને આચાર્યભગવન્ત જ્યારે અનુયોગદ્વારની વાચના આપતા, ત્યારે દ્રવ્યાનુયોગનો વિષય નીરસ જણાવાથી અમે લોકો બેધ્યાનપણે સાંભળીએ છીએ એવો ખ્યાલ આવી જવાથી એક દિવસ આચાર્યભગવન્તે અમને કહ્યું કે અનન્તી ઉત્સર્પિણીઅવસર્પિણી તથા પલ્યોપમ-સાગરોપમનો અસંખ્યાતો કાળ માત્ર ગણવા માટે નથી. આટલો બધો કાળ નરકાદિગતિમાં જઈને પૂરો કરવો પડે છે. અનન્તી કાર્મણવર્ગણાનું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org