SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુભગવતો જાય નહિ. પ્રતિષ્ઠા તો શ્રાવકોએ જ કરવાની છે અને અંજનશલાકા તો સાધુભગવન્ત જ્યાં હોય ત્યાં જઈને કરી શકાય. આવા પ્રસંગ માટે સાધુભગવન્તને વિહાર કરાવાય નહીં. * ફરી પાછી શિષ્ય શંકા કરે છે કે – “એક સાધુ સંયમ પાળે એના કરતાં તો દ્રવ્યસ્તવથી પ્રભાવના વધારે થાય. કારણ કે દ્રવ્યસ્તવના કારણે જિનયાત્રામહોત્સવ, અમારિઘોષણા, મહાદાન વગેરેની પ્રવૃત્તિ થવાથી તેના યોગે અનેક જીવો ધર્મને પામે છે. પ્રવચનપ્રભાવના એ જ સમ્યગ્દર્શનનું સર્વસ્વ છે...” આવી શકાના નિરાકરણમાં જણાવે છે કે પ્રવચનપ્રભાવનાના કારણભૂત જિનયાત્રા વગેરે પકાયનું ઉપમન કરવા પૂર્વક કરવામાં આવ્યાં હોય તો તે તેવા પ્રકારના ફલનાં સાધક બનતાં નથી. છ જવનિકાયનું હિત જ ભગવાને જણાવ્યું છે. ઉત્કૃષ્ટ તપશ્રુતચારિત્રને ધરનારા જ ખરા પ્રવચનપ્રભાવક છે અને તેમના ઉપદેશથી જ સર્વ શાસનોન્નતિ પ્રવર્તે છે. તેથી આવી શંકા કરનારા અનિપૂણમતિવાળા હોવાથી તેમની ઉપેક્ષા કરવાયોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેઓ અકૃત્નપણે અર્થાત્ દેશથી જ પ્રવ્રજિત છે એવા વિરતાવિરત શ્રાવકોને જ આ સંસારને પતલો કરનાર દ્રવ્યસ્તવ કૂવાના દષ્ટાન્તથી યુક્ત છે. * ફરી શિષ્ય શંકા કરે છે કે જે આ પ્રમાણે દ્રવ્યસ્તવ સાધુને વિહિત ન હોય તો પછી શાસ્ત્રમાં ક્યારેક કરોળિયાનાં જાળાં દૂર કરવાનું સાધુઓને જણાવ્યું છે – તેનું શું? આવી શંકાના નિરાકરણમાં ૧૯મી ગાથાથી જણાવે છે કે – કોઈ શ્રાવક કે ભદ્રક જીવન હોય ત્યારે માર્ગનો નાશ ન થાય એ હેતુથી તેમ જ કોઈકને જિનધર્મની પ્રતિપત્તિ વગેરે થોડાક ગુણની પ્રાપ્તિનો સંભવ હોય ત્યારે પૂર્વત જિનાયતનાદિને વિષે જણાપૂર્વક કરોળિયાનાં જાળાં વગેરે કાઢવાં. આ અનુસંધાનમાં શાસ્ત્રમાં જે કહ્યું છે તે જણાવે છે કે આવા વખતે જે ચૈત્યમાં રહેલા હોય તેને સાધુભગવન્તો કરોળિયાનાં જાળાં વગેરે હોતે છતે પ્રેરણા કરે કે ચિત્રપટ(મુખ-ચિતારો, મખફલકચિત્રપટ ફોટા) વગેરે સજ્જ કરો. અહીં ઉપલક્ષણથી જિનબિંબનું ગ્રહણ કરવું. જેમ ચિત્રપટ વગેરે આજીવિકાના હેતુ છે તેમ જિનબિંબ પણ આજીવિકાનો હેતુ છે. આ રીતે આજીવિકાના હેતરૂપે સામ્ય હોવાથી જિનબિંબને પણ સાફ કરવું જોઈએ. આ રીતે ચૈત્યવાસીને પોતાની આજીવિકાને વિષે યોજે. જો આમ છતાં તેઓ એવું કાર્ય કરવા ન ઈચ્છે તો બીજા ન જુએ ત્યારે જાતે પણ જાળાં દૂર કરે. * ઈતરથા-જે આ રીતે માર્ગનાશનો પ્રસંગ ન હોય અને ચૈત્યવાસી વગેરે દેરાસરને શુદ્ધ રાખવામાં પ્રવૃત્ત હોય ત્યારે સાધુભગવન્તો આવા કાર્યમાં પણ પડે નહિ ૨૪૧ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy