________________
* સાક્ષા ફળનું કારણ બને તે ભાવસ્તવ અને ભાવસ્તવનું છે કારણ બને તેનું નામ દ્રવ્યસ્તવ. પાપવ્યાપારનો ત્યાગ કરીને જે સ્તવ કરાય છે તેને ભાવસ્તવ કહેવાય છે. પાપવ્યાપાર ચાલુ રાખીને ધર્મ કરવો તેને દ્રવ્યસ્તવ કહેવાય છે.
* પોતાની સાધનાને જે પ્રગટ કરે તેની તે સાધના ફળે નહિ.
* અહીં કેટલાક સાધ્વાભાસોને દ્રવ્યસ્તવમાં પ્રવર્તતા જોઈને કોઈને, સાધુભગવન્તો પણ દ્રવ્યસ્તવના અધિકારી છે' એવી શંકા ન થાય તે માટે દ્રવ્યસ્તવમાં સાવધપણું બતાવવા દ્વારા દ્રવ્યસ્તવના વિષયમાં સાધુની અનધિકારિતા ૧૧મી ગાથાથી જણાવી છે કે – જે કારણથી છજવનિકાયના સંયમનો અર્થો વિરતિનો ભંગ થાય છે તે કારણથી તીર્થંકરભગવન્તો સાધુભગવન્તને પુષ્પાદિકની અર્થી દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપતા નથી.
સ. અન્ય સમુદાયના સાધુ પાસે અમુક ગુણો હોય, વ્યાખ્યાન-વાચન સારી આપતા હોય તો ત્યાં જવું કે નહિ ?
સમુદાયનો કોઈ સવાલ નથી, ઉસૂત્રભાષણનો સવાલ છે. જેઓ ઉસૂત્રભાષી હોય તેમની પાસે જવું નથી. જેઓ સંસારના સુખને ઉપાદેય મનાવે, અવિરતિને ઉપાદેય મનાવે, દ્રવ્યસ્તવ કરવા જેવું માને, ભાવસ્તવને ગૌણ મનાવે તે ઉસૂત્રભાષી. શ્રીમતી સુલસાસતી અંબડતાપસને ત્યાં ન ગયાં ને ? આપણને ગુણો જોઈતા હોય અને ગુણની રક્ષા કરવી હોય તો ગમે તે ઠેકાણે ન જવાય. ત્યાંથી સારું લેવાને બદલે આપણું સારું ત્યાં મૂકીને ત્યાંનું ખોટું લઈ આવવાની સંભાવના વધારે છે.
* પુષ્પાદિના ઉપલક્ષણથી દ્રવ્યસ્તવનું ગ્રહણ કર્યું છે. ઉપલક્ષણ એટલે જેનો ઉલ્લેખ ન કર્યો હોય તે પણ અનુસંધાનથી સમજી લેવું. એક વસ્તુનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે તત્સમ (તેના જેવી) બીજી પણ વસ્તુઓનો ઉલ્લેખ સમજી લેવો તે ઉપલક્ષણ. કૂતરાથી દૂધદહીંની રક્ષા કરવાનું કહ્યું હોય ત્યારે ગાયબકરી વગેરેથી પણ રક્ષણ કરવાનું કહ્યું છે. એવું ઉપલક્ષણના કારણે સમજાય છે.
* અહીં શિષ્ય શંકા કરે છે કે સર્વસંવરરૂપ સંયમ જેમણે ગ્રહણ કર્યું છે તેવા સાધુઓએ પણ દર્શનની શુદ્ધિ કરવાયોગ્ય છે. એ શુદ્ધિ તીર્થંકરભગવન્તની પૂજાથી વિશેષે કરીને થઈ શકે એવું છે, તો સાધુઓને દ્રવ્યસ્તવની અનુજ્ઞા કેમ નથી અપાતી... આવા પ્રકારની શંકાના નિરાકરણમાં ૧૨મી ગાથા જણાવે છે કે જેના વડે આ ભાવસ્તવની વિચારણામાં પરમદેવ એવા તીર્થંકરભગવન્તની પરમ આશા ખંડિત નથી કરાઈ તેણે
૨૩૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org