________________
* રસોઈ કરતી વખતે બીજી બધી તૈયારી પૂરેપૂરી કરી હોય પણ અનાજ સાફ ન કર્યું હોય તો કરેલું બધું ધૂળધાણી થાય તેમ બીજાં બધાં અનુષ્ઠાન કર્યા હોય પણ આજ્ઞા ન પાળી હોય તો બધાં અનુષ્ઠાન નિષ્ફળ જવાનાં. માટે અનુષ્ઠાનમાં આજ્ઞાનો રસ ભેળવી દઈએ તો અનુષ્ઠાન સફળ બન્યા વગર ન રહે.
* ત્રીજો સંવિપાક્ષિકોનો માર્ગ બતાવ્યો છે. સંવિગ્નપાક્ષિક એટલે સંવિગ્નનો પક્ષ લેનારા, મોક્ષની આકાંક્ષાવાળા. સામાન્ય ઈચ્છા તે ઈચ્છા અને તાલાવેલીપૂર્વકની ઈચ્છા તે આકાંક્ષા. મોક્ષ માટે તરફડિયાં મારે તે સંવિગ્ન અને સાધુપણા માટે તરફડિયાં મારે તે સુશ્રાવક. કોઈના કેવળજ્ઞાનના સમાચાર સાંભળતાંની સાથે હું રહી ગયો’ એવું દુઃખ સાધુને થાય અને કોઈના દીક્ષાના સમાચાર સાંભળતાની સાથે હું રહી ગયો’ એવું દુઃખ શ્રાવકને થાય.
* સંવિગ્નપાક્ષિકોનો ત્રીજો માર્ગ સાંભળતાંની સાથે શિષ્યને શંકા થઈ કે - પહેલાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ રૂપ બે પ્રકારનો માર્ગ બતાવ્યો. તેમાં દ્રવ્યસ્તવમાં શ્રાવકોને સમાવ્યા અને ભાવસ્તવમાં સાધુને સમાવ્યા. તો પહેલાંની વાતમાં અને અત્યારની વાતમાં વિરોધ કઈ રીતે નથી આવતો ?' શંકા કરતાં પણ આવડવું જોઈએ. શિષ્ય વિરોધ કઈ રીતે નથી આવતો એમ પૂછ્યું. આપણે હોત તો કહેત કે “તમે પહેલાં બેની વાત કરી અને અત્યારે ત્રણની વાત કરો છો. તમારું ઠેકાણું નથી, તમારી વાતમાં વિરોધ આવે છે.” શિષ્યની શંકાનું નિરાકરણ કરે છે કે – સંવિગ્નપાક્ષિકોનો માર્ગ અત્યન્ત અલ્પ હોવાથી તેમની વિરક્ષા કર્યા વિના બે પ્રકારનો માર્ગ બતાવ્યો અને અત્યારે ત્રણ પ્રકારે સંસારના માર્ગ બતાવેલા હોવાથી તેના પ્રતિપંથ તરીકે મોક્ષના ત્રણ માર્ગ બતાવવા તેમની વિવક્ષા કરી છે. વર્તમાનમાં સંવિગ્નપાક્ષિકનો અધિકાર કોઈને આપવામાં આવતો નથી. પહેલાંના કાળમાં માયા વગરના હતા માટે એમનો માર્ગ વિદ્યમાન હતો, વર્તમાનમાં માયા અતિશય હોવાથી એ અધિકાર આપવામાં આવ્યો
નથી.
* સંવિગ્નપાક્ષિકોના આચારનું વર્ણન કરે છે – સાધુપણું પળાતું નથી, પરંતુ સાધુપણા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેથી સાધુપણાનો વેષ છોડવાનું મન બિલકુલ નથી. અહીં પહેલી શરત સાધુપણું પળાતું ન હોય એની છે. પાળવું ન હોય એવાની વાત નથી. પોતાનો આચાર ખરાબ છે, પરિણામ ખરાબ છે, એવી નિંદા કરીને લોકો પાસેથી વંદન ન લે, પોતે દીક્ષા માટે તૈયાર કરેલ મુમુક્ષુને સુસાધુઓ પાસે મોકલે. ત્રિદંડીવેષનો સ્વીકાર કર્યા પછી મરીચિએ જેવી રીતે કર્યું તેવી રીતે બીજા પાસે મોકલે.
૨૬૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org