________________
જ
* સુયતિ, સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિકને જ માર્ગ કેમ કહ્યો છે, કુલિંગી વગેરેને કેમ નહિ-તેનું કારણ ૩૯ મી ગાથાથી જણાવે છે.
ગાથા ૩૯: સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર : આ મોક્ષનો માર્ગ જિનેશ્વરભગવન્તોએ ઉપદેશેલો છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ સ્વરૂપ ઉન્માર્ગ બુદ્ધિમાનોએ જાણવો.
* આજે આપણે જે આરાધીએ છીએ તેને આપણે ચારિત્ર માનીએ છીએ. જે આપણે જાણીએ તેને આપણે જ્ઞાન માનીએ છીએ અને આપણી શ્રદ્ધાને આપણે દર્શન માનીએ છીએ. આ વ્યાખ્યાઓ ખોટી છે. એ સમજાવવા માટે સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા અહીં કરી છે. આવા જ્ઞાનાદિ સુયતિ વગેરેમાં હોવાથી તેમને માર્ગરૂપે કહ્યા છે. કુલિંગી વગેરેમાં આવા જ્ઞાનાદિ ન હોવાથી તેમને માર્ગરૂપ નથી માનતા. આ જ્ઞાનાદિનું સ્વરૂપ અહીં ૪૦મી ગાથાથી જણાવે છે.
ગાથા ૪૦: વસ્તુગત અર્થાત્ વસ્તુને અનુરૂપ યથાર્થ એવો બોધ તે સમ્યજ્ઞાન, શ્રી જિનેશ્વરભગવન્તે કહેલા તત્ત્વને વિષે રુચિ-અભિલાષા રાખવી તે સમ્યગ્દર્શન અને એ તત્ત્વને વિષે વિધિ અને પ્રતિષેધને અનુસરતું જે અનુષ્ઠાન તે સમ્યક્ચારિત્ર.
* આજે આપણે શરીર અને આત્માને એક માનીએ કે જુદા ? આત્મા નામનું તત્ત્વ આપણે માનીએ છીએ ખરા ? આપણો ધર્મ આજે શરીર સુધી જ પહોંચે એવો છે, આત્મા સુધી પહોંચે એવો નથી. વર્તમાનમાં આપણે, ‘આત્મા છે અને આત્મા નથી’ એવા પ્રકારનો સ્યાદ્વાદ માનીને ધર્મ કરવાની શરૂઆત કરી છે ને ? આત્મા છે એમ માનીને પુણ્ય બાંધવાની અને સુખ ભોગવવાની તૈયારી છે અને આત્મા નથી અને તેથી પાપનું ફળ મળવાનું નથી એમ માનીને પાપ કરતા જઈએ છીએ. ધર્મથી . સુખ મળે એવું જ્ઞાન એ જ્ઞાન નથી. વસ્તુતત્ત્વને વસ્તુરૂપે સ્વીકારે તેનું નામ જ્ઞાન. વિષયોને વિષજેવા માને તો સમજવું કે સમ્યજ્ઞાન છે. વિષયોને શુભ કે અશુભ નથી માનવા. કે શુભાશુભ ભેદ તે તે પ્રકારની કર્મપ્રકૃતિના યોગે હોય પણ તે વસ્તુનું સ્વરૂપ નથી. વિષયોને શુભ માનીને ગ્રહણ કરવા અને અશુભ માનીને ટાળવા એના કરતાં તો વિષયોને વિષજેવા માની તેનાથી દૂર રહેવું સારું. વિષયોને વિષજેવા માને તો જ અવિરતિના પાપથી બચાય. વસ્તુને જણ્યા પછી તેમાં જે ‘આ શુભ છે, આ અશુભ છે; આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે; આ સારું છે, આ ખરાબ છે’... આવા વિકલ્પો કરવા તે વસ્તુતત્ત્વનો બોધ નથી. અગ્નિ બાળે છે, વિષ મારે છે અને શસ્ત્ર છેદે છે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૬૯
www.jainelibrary.org