SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે પણ દુઃખ વેઠીને દુઃખ કાઢવાનું છે – એ યાદ આવે તો આંસુ ન આવે, સત્ત્વ પ્રગટે. ગુરુભગવન્ત સાક્ષાદ્ અનુશાસન કરે છે જ્યારે ધર્મ માર્ગદર્શક પાટિયાની જેમ અનુશાસન કરે છે. આ દેવગુરુધર્મ અનુશાસન કરે તે આપણને ગમે છે ખરું ? સ. અનુશાસન ગમતું ન હોય તેની પીડા હોય ને ? એવું બની શકે તેની ના નહિ, પરંતુ એ પીડા કેવી હોય ? ચિત્ત ત્યાં ને ત્યાં લાગેલું હોય. કાંટો વાગ્યો હોય અને કદાચ કાઢી શકાયો ન હોય તોપણ ચિત્ત ત્યાં ને ત્યાં જ હોય ને ? એવી પીડા અહીં હોય ને ? * પ્રણિધાન મુક્તાણુક્તિમુદ્રાએ કરવાનું કહ્યું. આ પ્રણિધાન વંદનાના અંતે કરવાનું છે, એનો અર્થ એવો માનવો પડે કે બાકીની વંદના પ્રણિધાનરહિતપણે કરવી......... આવી શંકાના નિરાકરણમાં જણાવ્યું છે કે સંપૂર્ણ વંદના પ્રણિધાનપૂર્વક જ કરવાની છે. છતાં વંદનના અંતે જે પ્રણિધાન કરવાનું જણાવ્યું છે તે પ્રાર્થનાની અંતર્ગત ઉપયોગ સ્વરૂપ છે. પ્રાર્થનાસૂત્રમાં જે જે ફળ માંગ્યું છે તે હૈયાની સાક્ષીએ માંગવાનું છે, પ્રાર્થનાને અનુરૂપ એકાકારતા આ પ્રણિધાનમાં છે. જ્યારે શેષ સૂત્રોમાં તે તે અર્થની એકાગ્રતાસ્વરૂપ પ્રણિધાન જાળવવાનું જ છે. એક પણ અનુષ્ઠાન પ્રણિધાનરહિતપણે ન કરાય. સ. ભગવાનની આંગી કરતી વખતે શું વિચાર કરવાનો ? આ ભગવાનની આંગી કરું છું પરંતુ એ ભગવાનને અડી નહિ માટે ભગવાન ભગવાન થયા. આંગી કરતી વખતે પિંડસ્થઅવસ્થાનું ભાવન કરવાનું છે, ચૈત્યવંદન કરતી વખતે પદસ્થ અવસ્થાનું ભાવન કરવું અને કાયોત્સર્ગમાં રૂપાતીત અવસ્થાનું ભાવન કરવું. * આપણે જૈન છીએ માટે દેરાસર જઈએ છીએ કે ઘેરાસરમાં પરમતારક ભગવાન છે માટે જઈએ છીએ ? અમારે પ્રતિક્રમણ ફરજિયાત કરવાનું ને ? શા માટે ? સાધુ થયા માટે પ્રતિક્રમણ કરવાનું કે આપણને પાપ લાગે છે માટે પ્રતિક્રમણ કરવાનું ? * આપણે ધર્મ યથાશક્તિ કરીએ કે યથામન (યથેચ્છા) કરીએ ? શક્તિ પ્રમાણે ધર્મ કરો કે ઈચ્છા પ્રમાણે ? કાયમ માટે ઈચ્છાને આગળ કરવાના કારણે આજ્ઞાને પાછળ જવું પડે છે. ૧૨૮ Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy