SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સ. નાક ઉપર માખી બેઠી હોય તો માખી ઉડાડાય, નાક ન કપાય ને ? નાક ન કાપો પણ ગોદડું ઓઢી લો ને ? કેટલીક માખીઓ એવી હોય છે કે ઉડાડયા પછી પણ વારંવાર આવે છે ત્યારે નાક ખુલ્લું રાખો કે જાડું ગોદડું ઓઢી લો ? તેમ અહીં પણ એકલા સ્વાધ્યાય કરો તો વિકથારૂપ માખી આવે જ નહીં. સમ્યગ્દર્શનપદ : * અરિહંતાદિ પાંચ પદોમાંથી આ એક સાધુપદ જ એવું છે કે જે માંગીને મળે એવું છે. બીજાં પદો માંગીને મળે એવાં નથી. મોક્ષ માંગીને મળે એવો હોવા છતાં તેના સાધનરૂપ સાધુપણું હોવાથી તે જ પુરુષાર્થનો વિષય છે. આવું સુંદર પ્રકારનું સાધુપણું પામી ગયા પછી પણ દુ:ખ વેઠવાની વૃત્તિ ઘટવા માંડે એટલે સુધરવાને બદલે બચાવની વૃત્તિ શરૂ થાય. સાધુપણું પામ્યા પછી પણ દુ:ખ ભોગવવાને બદલે દુઃખથી બચવાના રસ્તા શોધવા માંડીએ તે સમ્યક્ત્વની મંદતાના કારણે. સમ્યક્ત્વ ટકાવવા માટે સૌથી પહેલાં દુ:ખથી વિચલિત ન થવાય તેની કાળજી રાખવી છે. દુઃખ વેઠવાનો અભ્યાસ પાડયા વગર સમ્યક્ત્વ પમાય નહિ અને ટકાવી શકાય નહિ. દુ:ખ વેઠવાનો અભ્યાસ ન હોય અને દુઃખ વેઠવાની આવશ્યકતા ઊભી થાય તો હાલત કફોડી થયા વિના ન રહે. સમ્યગ્દર્શનને પામવા માટે દુઃખ વેઠવાની વૃત્તિ કેળવવી જ પડશે. જો શ્રદ્ધા મજબૂત બનાવવામાં ન આવે તો સાધુપણામાંથી પણ પતનની ગર્તામાં પડયા વગર ન રહેવાય. જેટલું ફાવ્યું તેટલું રાખવું અને ન ફાવે એટલું છોડવા માંડવું. આ સમ્યક્ત્વનાં લક્ષણ નથી. અરિહંતપદ તો તેરમે ગુણઠાણે મળે, આચાર્યાદિ ત્રણ પદો છò-સાતમે મળે જ્યારે આજનું આ પદ ચોથે ગુણઠાણે પણ મળે એવું છે ને ? આથી આજે તમારી– અમારી વાત ભેગી કરવી છે. આજે તો હાલત એ છે કે જે ગુણ ચોથે ગુણઠાણેશ્રાવકપણામાં પણ પામી શકાય તે ગુણ સાધુપણામાં પણ પામવો કે ટકાવવો કપરું કામ છે. જ્યાં જોઈએ ત્યાં ભગવાનની વાત માનવાના બદલે, વાત કાપવાની જ તૈયારી હોય ત્યાં આ ગુણ પમાય કઈ રીતે ? જ સ. કાળના હિસાબે થોડું જતું કરવું પડે ને ? ચોમાસાના દિવસોમાં વરસાદ ઘણો હોય, કાદવ-કીચડ ઘણો હોય તો ઘેર બેસી રહો કે છત્રી ને જોડાં લઈને ઘરની બહાર નીકળો ? શિયાળામાં ઠંડી પડે તો હાથે-પગે મોજાં ચઢાવીને કામે લાગો કે ગોદડું ઓઢીને બેસી રહો ? આગ લાગે તો બળવાનું કે ઓલવવા બેસવાનું ? ત્યાં જતું ન કરો ને કામે લાગો ! જ્યારે અહીં કાળના નામે જતું શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૨૮૯ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy