________________
પડે. સૂર્યના પ્રકાશને આપણે જોઈ ન શકીએ એટલામાત્રથી સૂર્ય ખરાબ થતો નથી. આપણે આંખો બંધ કરશું તો પ્રકાશથી આપણે દૂર રહીશું બાકી સૂર્યનો પ્રકાશ તો ચાલુ જ રહેવાનો. માટે આંખો બંધ કર્યા વગર કે એની સામે ધૂળ ઉડાડ્યા વગર એના પ્રકાશનો ઉપયોગ આપણે કરી લઈએ તો કેવળજ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરી શકીશું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે માર્ગ અને ઉન્માર્ગનો ભેદ સમજી લેવો છે. ધર્મથી મોક્ષ મળે છે એમ કહેવું એ માર્ગ અને ધર્મથી અર્થકામ મળે છે એમ કહેવું એ ઉન્માર્ગ. જે ધર્મથી અર્થકામ જ મળે એ ધર્મ સ્વરૂપથી અનર્થભૂત છે અને જે ધર્મથી-માર્ગથી મોક્ષ મળે છે એ ધર્મમાર્ગ સ્વરૂપથી અર્થભૂત છે. ધર્મથી મળતા અર્થકામ અનર્થભૂત હોવાથી એના માટે કરેલો ધર્મ પણ અનર્થભૂત બને છે.
* સાધુભગવતો જે મંદિર બાંધે તો તેમને બીજા ક્યા ક્યા દોષો લાગે છે તે જણાવે છે. મંદિર બાંધતા પહેલાં મંદિરની દેખરેખ કરવાના કારણે શુદ્ધ ગોચરીનો અવસર મળે નહીં તેથી ગમે તેવો અનેષણીય આહાર વગેરે વાપરવાનો પ્રસંગ આવે છે. આ એક દોષ છે અને મંદિર બાંધ્યા પછી આ મંદિર મેં બાંધ્યું છે, મારું છે' વગેરે રૂપ મમત્વ થાય છે - આ બીજો દોષ લાગે છે માટે સાધુભગવન્તો મંદિર ન બાંધી શકે. આવું હોવા છતાં જેઓ એમ કહે કે – “સાધુભગવન્તોને મંદિર બાંધવામાં પાપ નથી' તેઓ ઉન્માર્ગની દેશના આપે છે – એમ સમજી લેવું.
* ગૃહસ્થને આચાર્યની સત્તતિ (શિષ્ય) કહેવાય નહીં, છતાં ગૃહસ્થને આચાર્યના શિષ્ય કહેવા એ કુમાર્ગ છે. ધર્મના અર્થી હોય તે આચાર્યના શિષ્ય ગણાય. ગૃહસ્થો ધર્મના અર્થી છે માટે શિષ્ય ગણાય-આ પ્રમાણે કહેવું એ કુતર્ક છે. ગૃહસ્થો છ કાયની હત્યાથી વિરામ પામવા માટે અસમર્થ હોય છે. આવા વખતે ગૃહસ્થને આચાર્યભગવન્તનો શિષ્ય માનીએ અને તેને છ કાયની હત્યા કરતો જોઈને બીજે કહે કે – “આ તો આચાર્યભગવન્તનો શિષ્ય છે, સાધુમહાત્માએ ના નહીં પાડી હોય તેથી આ પ્રમાણે થતું હશે માટે જ તે કરતો હશે? આ પ્રમાણે હિંસાને ઉપાદેય માને તેથી કુમાર્ગ ફેલાય. માટે ગૃહસ્થને શિષ્ય માનવો નહીં. ગૃહસ્થને શિષ્ય માનીએ તો, ગૃહસ્થ પાપ કરે એનો નિષેધ સાધુમહાત્મા ન કરે તો સાધુમહાત્માને પણ પાપ લાગ્યા વિના નહિ રહે, જેવી રીતે પ્રજા પાપ કરે તો તેના છઠ્ઠા ભાગનું પાપ રાજાને લાગ્યા વગર નથી રહેતું. ગૃહસ્થો છ કાયની હત્યા કરતા હોવાથી તે આચાર્યના શિષ્ય નથી ગણાતા અને તેથી જ સાધુભગવન્તો ગૃહસ્થને આદેશ કે નિષેધ નથી કરતા. છ કાયની હત્યા વખતે સાધુભગવન્ત મૌન રહે તેને સમ્મતિ માનવી એ કુમાર્ગ છે.
૨૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org