________________
હશે તો દૂધ વિના નહીં ચાલે અને ગુરુભગવન્ત કહે કે – તપના પારણે દૂધની જરૂર નથી તો આપણને કોણ ગમે? મોહ જ સારો લાગે ને ?
સ. ધર્મ કરવા છતાં મિથ્યાત્વ ન જાય-એ કઈ રીતે ?
પુણ્ય બાંધવા, સુખ મેળવવા, દુઃખ દૂર કરવા માટે ધર્મ કર્યો માટે મિથ્યાત્વ ન ગયું. દવા પણ રોગ દૂર કરે, પણ ક્યારે ? અપથ્ય ન ખાઈએ તો ને? ધર્મ કરતી વખતે સુખનો રાગ રાખેલો હોય તો એ ધર્મ મિથ્યાત્વને દૂર કઈ રીતે કરે ? આજે તમે કહેશો ખરા કે ધર્મ શેના માટે કરો છો ? રાગને મારવા ધર્મ કરવો હોય તો હું કહું છું તેમ કરવા માંડો - જ્યાં પવન આવતો હોય ત્યાં પ્રતિક્રમણ કરવા ન બેસવું. ધર્મ કરતી વખતે અનુકૂળતા ન શોધવી.
સ. સંસારના સુખ કરતાં મોક્ષનું સુખ ચઢિયાતું છે એવું લાગે તો મિથ્યાત્વ મંદ પડ્યું કહેવાય ને ?
કહેવાય, પણ લાગે છે ખરું? હૈયાને પૂછી જોજો ? અગ્નિ ગરમ છે એ ખબર પડ્યા પછી પાછા ખસો કે અડવા માટે મહેનત કરો ? સંસારના સુખ કરતાં મોક્ષસુખ ચઢિયાતું લાગે છે તો હવે સંસારનું સુખ જોઈતું નથી ને?
સ. નથી જોઈતું.
જે છે એ કાઢી નાંખવું છે ને ? તમે એમ કહી શકો ખરા કે – “નથી છોડાતું એ કમનસીબી છે પણ એટલો બધો મૂરખ નથી કે નવું ભેગું કરું ? આજથી નક્કી કરો કે – જે છે એનાથી નભાવવું છે, નવું નથી વસાવવું.
* સુખ તરફથી નજર ખસતી નથી અને દુઃખ તરફ કરડી નજરે જોઈએ છીએ. સમ્યકત્વ હોય તો દેવલોકનું સુખ પણ નડતું નથી એમ માનીને બેઠા છીએ ને ? દેવલોકનું સુખ પણ મારી નાખશે એવું જે દિવસે લાગશે તે દિવસે મિથ્યાત્વ હલવા માંડશે. જમવા બેઠા પછી ભાણામાંથી બે વસ્તુ કાઢીને મૂકીએ તો સમજવું કે મિથ્યાત્વ કાઢવાનો પુરુષાર્થ ચાલુ છે. ઘણી વસ્તુ હોવા છતાં ‘આ કેમ નથી બનાવ્યું એવું કહીએ તો માનવું પડે કે મિથ્યાત્વ હલ્યું નથી.
* તમારી પાસે કેટલું ધન છે-એવું તમને કોઈ પૂછે તો તમે તમારા ધનનો આંકડો ન આપો પણ ગુપ્ત રાખો તેમ સાધુભગવન્તનો તપ એ એમનું ધન છે માટે કોઈ તેમને પૂછે કે “તમે કયો તપ કરો છો તો તે કહે નહીં, ગુપ્ત રાખે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org