________________
પંચેન્દ્રિયસ્વાદિ પુણ્યથી જ મળે છે માટે પુણ્ય પર ભાર આપ્યો છે બાકી તો એ સામગ્રીની હાજરીમાં પણ મિથ્યાત્વના ક્ષયોપશમ વિના સમ્યત્વ નથી જ મળતું. આથી આપણે પરિણામ પર ભાર આપવો છે. જે મળી ગયું છે તેના પર ભાર નથી આપવો, જે મેળવવાનું બાકી છે તેના પર ભાર આપવો છે.
* આપણા ગુણો આપણી પાસે જ છે, કર્મે આપણને સામગ્રી આપી છે, થોડો થોડો પ્રયત્ન કરવામાં કષ્ટ નથી માટે આ દિશામાં આપણે થોડો પુરુષાર્થ કરી લેવો છે. જ્યાં સુધી ધર્મ હૈયામાં પરિણામ નહીં પામે ત્યાં સુધી ગુણો મેળવવાનો પ્રયત્ન નહીં
થાય.
સ. ધર્મ ગમ્યો એનું લક્ષણ શું?
દુઃખ પડે તોપણ ધર્મ છોડે નહીં, અને સુખ છોડવાનો પ્રયત્ન થાય તો સમજવું કે ધર્મ ગમ્યો છે. દવા ગમી ક્યારે કહેવાય ? ઊલટી થાય તો પણ લે એને દવા ગમી કહેવાય ને ? આજે આપણને ધર્મ ગમે છે કે સુખ ગમે છે? આપણી સુખની આસતિએ આપણી સમજાણ ઉપર આવરણ ચઢાવી દીધું છે. ભણેલા જ્ઞાનીઓને અંધાપો લાવવાનું કામ મોહ કરે છે. એક વાર જ્ઞાનને નકામું બનાવી દીધા પછી ગુણોને લૂંટી લેવાનું કામ મોહ કરે છે – આવું જાણવા છતાં આપણું નિદ્રા – વિકથાદિ પ્રમાદ કરવાનું કામ ચાલુ છે ને ? એના વિના આપણને ન ફાવે ને ? જ્ઞાન ભુલાઈ જાય તો વાંધો નહીં પણ વાતો કર્યા વગર ન ચાલે ને? ઊંધ્યા વગર ન ચાલે ને ? આ તો સામાન્ય વાત છે ને ? આમાં કરોડો ખરચવાના નથી ને ? ગઈ કાલની રહેણી-કરણી, ખાન-પાન વગેરે બધું આજે વધ્યું ને ? જ્ઞાનાદિ ગુણો કેટલા વધ્યા એવું આજે ધર્મ કરનારને પૂછીએ તો શું જવાબ મળે? સ્કૂલનું લેસન બાર વાગ્યા સુધી કરનારા અહીં ધોળે દિવસે પણ ન ભણે ને ?
સ. ધર્મ એટલે શું?
ધર્મ એટલે આત્માનો પરિણામ. વર્તમાનમાં આપણે જે ધર્મ કરીએ છીએ એ આત્મપરિણામ સ્વરૂપ છે કે નહીં તે તપાસવાની જરૂર છે.
* પુણ્ય પચાવી જાણે એમને મહાપુરુષ કહેવાય. સ. પુણ્ય પચાવવું એટલે શું?
પુણ્યના ઉદયથી મળતી અનુકૂળતા હૈયાને સ્પર્શે નહીં અને પુણ્ય પચાવ્યું કહેવાય. તમારી ભાષામાં પૈસો પચાવવો એટલે શું ? ગમે તેટલા પૈસા હોય તોય હૈયામાં
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org