SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રારંભમાં કટુ હોવા છતાં પરિણામે સુંદર બોલનારા વક્તાની પરમોપકારિતાને જણાવવા માટે ત્રીસમી ગાથાથી જણાવે છે કે પ્રમાદરૂપી અગ્નિથી બળતા એવા ભવરૂપી ઘરમાં સૂતેલાને મોહનિદ્રાથી જે ઉઠાડે તે તેનો પરમબંધુ છે. * આ સંસારમાં અનુકૂળતા અપાવનાર ધર્મ તમને ને અમને ગમે છે પરંતુ પરમપદે પહોંચાડનાર ધર્મ તમને ને અમને ગમતો નથી. આવા સંયોગોમાં માર્ગતત્ત્વને વિસ્તારથી સમજાવવાનું કામ આ મહાપુરુષોએ કરીને આપણી ઉપર ઉપકાર કર્યો છે. જ્યાં સુધી વિવેકબુદ્ધિ ન પ્રગટે ત્યાં સુધી માર્ગ અને ધર્મનો ભેદ સમજવાનું કામ સહેલું નથી. દરેક ઠેકાણે ફરવાથી ધર્મ કદાચ મળી જશે પણ માર્ગ નહિ મળે. બગીચામાં ફરવાથી ઈષ્ટસ્થાને ન પહોંચાય, માર્ગ પર ચાલવાથી ઈષ્ટ સ્થાને પહોંચાય. બગીચો લીલોછમ હોય અને માર્ગ ઉજ્જડ હોય છતાં ઈષ્ટ સ્થાને કોણ પહોંચાડે ? તેવીસ પ્રકારના વિષયો ભોગવવાથી ઈષ્ટ સ્થાને જવાય કે બાવીસ પરિષહ વેઠવાથી ઈષ્ટ સ્થાને પહોંચાય ? શાંતિથી ઘરમાં રહેવા ન દે તેનું નામ સાધુ. સ. ઘર જ ગમે છે, સુખ જ ગમે છે, શું કરવું ? માંગીને મેળવ્યું છે માટે છોડવાનું મન નથી થતું. જ્યાં સુધી આ ચક્ર ન તૂટે ત્યાં સુધી રખડવાનું ચાલુ જ રહેવાનું. સ. માંગીને મેળવવું એ ખોટું-એમ જ ને ? માંગીને મેળવવું ખોટું અને સાથે મળેલું રાખવું એ ય ખોટું. જે મળ્યું તે છોડી જ દેવું છે, ન જ છૂટી શકે તો છેવટે તેમાંથી મન કાઢી લેવું છે. સંસારરૂપી ઘરમાં આગ લાગી છે એ વાત સાચી ? આઠમના દિવસે સંસાર દાવાનલની થોય બોલવાનું (ચઢાવો લઈને) ગમે પણ સંસારને દાવાનલ માનવું ન ગમે ને ? સાંભળવાનું ગમે છે પણ માનવાનું ન ગમે ને ? સ. સાંભળશે એ આચરતા થશે ને ? સાંભળેલું માને એ આચરતો થાય, બધા નહિ. સાંભળવાનું કામ તો અભવ્યના આત્માઓ પણ કરે, અચરમાવર્તવર્તી જીવો પણ કરે, ભવાભિનંદી જીવો પણ કરે; પણ તેઓ માનતા નથી. તેથી તેમણે સાંભળેલું, સાંભળેલું ન કહેવાય. આચરવા માટે સાંભળ્યું હોય તે જ સાંભળેલું કહેવાય. જેને રોગ ખરાબ લાગે તે ડોક્ટર પાસે જાય કે ડોક્ટર પાસે જવાથી રોગ ખરાબ લાગે ? જેને દુઃખ જ ટાળવું હોય તેવા સાંભળવા આવે તેનો શો અર્થ ? સંસાર ટાળવો હોય તેનું કામ અહીં છે. ૨૫૮ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy