SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પૂળો મુકાય. રૂની ગાંસડી પર એક તણખો પડે તો બધું જ બળી જાય ને ? તેમ ગુસ્સાથી બધા ગુણો બળી જાય છે. જેની પ્રત્યે ગુસ્સો આવે તેની સાથે અબોલા નથી લેવા, તેના હાથની વસ્તુ નકારવી નથી, ખાવાનું બંધ નથી કરવું, બે વસ્તુ તેના જ હાથે વધારે ખાવી છે. સાધુપણામાં તો કમસે કમ આ દોષ ન જ જોઈએ. જેના પર ગુસ્સો આવે તેની સાથે ગોચરીપાણી બંધ નથી કરવા.તેની સાથેનો એકે વ્યવહાર બંધ નથી કરવો. વિષયની પરિણતિ તો છૂટી જાય પણ કષાયની પરિણતિના કારણે જે અનબંધો ઊભા કર્યા હોય તે ભવાન્તરમાં કૂતરાંબિલાડાં થઈને પણ છેવટે પૂરા કરવા પડશે. સાધુપણામાં ગુસ્સો કરીશું તો સાધુપણું પળાશે નહિ. કર્મની નિર્જરા કરવા માટે આવેલા, કર્મ બાંધીને જાય-એના જેવી બીજી વિષમતા કઈ છે? આપણી સાથે રહેલા પણ અનુચિત વર્તન કરે ત્યારે તેના કારણે આપણી બદનામી થાય છે એવું માનવાની જરૂર નથી. આપણા અપયશનામકર્મ વગર કે અનાદેયનામકર્મ વગર કોઈ આપણને બદનામ કરી શકે એમ નથી. થોડું સુખ ભોગવશો તો ચાલશે પણ ગુસ્સો નથી કરવો. સામો માણસ માથે લાત મારે તો પણ તેના પગ નથી છોડવા-આટલી તૈયારી આવે એ દિવસે સાધુપણામાં આવવાની યોગ્યતા આવશે. જેની સાથે સંબંધ બગડયા હોય તેની સાથે આજથી જ વાટકીવ્યવહાર શરૂ કરવો છે. આજથી જ સો ગ્રામ મિઠાઈ દર અઠવાડિયે મોકલવી છે – આટલું બને ને ? સ. પ્રશસ્ત ગુસ્સો કરાય ને? એટલે ગમે તેમ કરીને કરવો તો છે જ-એમ ને ? પ્રશસ્ત ગુસ્સો કોને કહેવાય - એ જાણો છો ? આપણી જાત ઉપર આપણા દોષ ઉપર ગુસ્સો કરવો તે પ્રશસ્ત ગુસ્સો-આ ગુસ્સો કરવો હોય તો કરવાની છૂટ ! સ. ગુસ્સો કર્યા વગર સામ સાંભળતો ન હોય તો ? તોપણ ગુસ્સો કરીને સામાને સમજાવવું નથી. આપણે જાતે સમજી લઈએ અને સાંભળી લઈએ તો ઘણું, પણ બીજાને સમજાવવા માટે ક્રોધ નથી કરવો. * દેવતત્ત્વ પર જેટલું બહુમાન છે તેટલું બહુમાન ધર્મતત્ત્વ પર નથી. દેવતત્ત્વની આશાતના થાય તો દુ:ખ થાય પણ ધર્મતત્ત્વની-ધર્મનાં ઉપકરણોની- આશાતના થાય તો તેવું દુઃખ ન થાય. * પૈસા છોડવા હોય તો છોડી દઈએ પણ ગુસ્સો ન છોડીએ ને ? વિષયનો ત્યાગ કર્યા પછી પણ કષાયની પ્રવૃત્તિ મજેથી ચાલે ને ? આહારનો ત્યાગ કર્યા પછી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy