________________
* શ્રુતસાગર અપાર છે એનો અર્થ એ નથી કે એનો પાર પામી ન શકાય. વિકથાનો રસ ઓછો કરીએ, અપ્રમત્તભાવ કેળવીએ, બાહ્યપ્રવૃત્તિ ઘટાડી દઈએ, ઉપયોગ રાખીને ભણીએ, પ્રમાદ ઉડાડીને ઉલ્લાસપૂર્વક કામ કરીએ તો શ્રુતના પારને પામી શકાય.
સ. જેનું સાધ્ય મોક્ષ નક્કી હોય તેની પરિસ્થિતિ કેવી હોય ?
પુણ્યથી મળેલા સુખ ઉપર તેની કરડી નજર હોય અને જેના કારણે જ્ઞાનાદિનો ઘાત થાય એવું એક સાધન એ પાસે રાખે નહિ.
* આયુષ્ય અલ્પ છે એ વધારી શકાય એવું નથી પણ બુદ્ધિ અલ્પ છે એ વધારી શકાય એવી છે. એના માટે કસરત કરવી પડશે. કસરત કરવાથી શરીરની શક્તિ વધે ને ? તે રીતે બુદ્ધિની કસરત કરવાથી બુદ્ધિનો ક્ષયોપશમ - ગ્રહણશક્તિ વધે. નાના છોકરાઓનો આહાર કેટલો ને કસરત કેટલી ? ઊંઘમાંથી જાગે ત્યારથી હાથ-પગ હલાવવાના શરૂ થઈ જાય ને ? અને આજે મોટા થયા પછી આહાર વધ્યા પછી, કસરત બંધ થઈ ગઈ એટલે શરીર જડ-અશક્ત થયું ને?
* મહાપુરુષોનો સંક્ષેપ પણ આપણા માટે વિસ્તારરૂપ છે. જેણે દરિયો જોયો હોય તેને આ સંક્ષેપ લાગે. આપણા માટે આ ય દરિયાજેવો જ છે. એની ઉપેક્ષા કરવાને બદલે એ ભણવા માટે તત્પર થઈ જવું છે.
* પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ન કરતી વખતે “એક લોગસ્સ ન આવડે તો ચાર નવકાર' આવો જે વિકલ્પ આપ્યો છે તે અપવાદે આપ્યો છે, ન ભણવાનો પરવાનો આપવા નહિ. જેને આવડતું ન હોય તેણે શીખી લેવું જોઈએ. શીખે નહિ અને નવકારથી ચલાવે એવા માટે રજા નથી. શીખી ન શકાય એવાઓ ક્રિયા વગરના ન રહી જાય તેના માટેનો આ વિકલ્પ છે. જેને શીખવાની વૃત્તિ જ નથી એવાઓને ચલાવી લેવા માટે આ વાત નથી. વરસોથી ક્રિયા કરનારા પણ જે લોગસ્સ શીખવા માટે પ્રયત્ન ન કરે અને નવકારથી ચલાવી લે તો તેવાને ક્રિયાની રજા અપાય ? જેનાથી થતું ન હોય એને માટે અપવાદ છે, જેને કરવું ન હોય તેના માટે નહિ.
* સમજેલી વસ્તુને આચરણમાં ન લાવી શકીએ તો પણ તેને આચરણમાં લાવવાનો અધ્યવસાય પણ ન લાવીએ એટલા બધા અપાત્ર આપણે નથી બનવું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org