________________
સંસારમાં બેઠા છીએ ત્યાં સુધી સંસારનાં કામ કર્યા વિના નહિ ચાલે. એ કામ દાક્ષિણ્યથી કરી લેવું છે. ‘ષ નહિ વળી અવરશું આ પહેલી દષ્ટિનો ગુણ છે. સમકિતી બહેન રસોઈ કરતાં કરતાં પણ નિર્જરા કરે અને મિથ્યાત્વી બહેન પૂજા કરતાં કરતાં પણ કમ બાંધ્યા વિના ન રહે. દાક્ષિણ્યગુણ મેળવવા માટે મહેનત કરે તે સમકિત પામવા માટે યોગ્ય. દાક્ષિણ્યની ઉપેક્ષા કરી ધર્મ કરે તોય તે સમકિત પામવા માટે અયોગ્ય છે. ગૃહસ્થપણામાં માબાપને પૂછ્યા વિના કામ કરવું નથી અને સાધુપણામાં ગુરુભગવન્તને પૂછયા વિના નથી રહેવું. વિનયવિવેક વગેરે બધા ગુણો દાક્ષિણ્યથી પ્રગટે છે. અહીં જણાવ્યું છે કે દાક્ષિણ્યગુણવાળો ઉપરોધશીલ હોય. બીજાના ઉપરોધને લઈને તેને ના ન પાડી શકે. આપણા શરીર સામે, મન સામે, શક્તિ સામે નથી જેવું, દ્રવ્યક્ષેત્રકાળભાવ નથી જેવા, માત્ર દાક્ષિણ્ય સામે જેવું છે. કોઈ પણ માણસ આપણને રોકી શકે, બે કામ ભળાવી શકે, એવો સ્વભાવ આપણો હોવો જોઈએ-તેનું નામ દાક્ષિણ્ય. બીજાનું કામ કરતી વખતે કદાચ આપણે આપણું ન કરી શકીએ તોયે ચિંતા નથી કરવી. કારણ કે આપણું કામ પણ નિર્જરા માટેનું જ હતું, તે નિર્જરા બીજાના કામથી પણ થઈ શકે છે. કાંઈ કામ ન હોય ત્યારે ભણવા બેસીશું, પણ કામ બાકી હોય તો કર્યા વિના નથી રહેવું. એવા વખતે બીજાની અનુકૂળતા સાચવવાના યોગે કુદરતી રીતે તેની કૃપાથી ક્ષયોપશમ પ્રગટે છે.
૪ ૯. લજ્જાળુ: પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાભંગ ન કરે તે લજ્જા. રસ્તે રખડતો થાય પણ દેવું ચૂકવ્યા વગર ન રહે. વાતવાતમાં અપવાદ સેવે અને પ્રાયશ્ચિત્ત લે એ ધર્માત્મા ન હોય. પાપની લજ્જા એ ધર્મ કરવા માટેની મહત્ત્વની યોગ્યતા છે. લજ્જા એ સર્વ ગુણોની જનની છે. અત્યન્ત શુદ્ધ હૃદય જેના કારણે પ્રાપ્ત થાય છે એવી આ લજ્જા છે. આ લજ્જાના યોગે અર્થી લજ્જા ગુણને અનુસરનારા તેજસ્વી આત્માઓ, સત્યમાર્ગમાં સંકટ આવ્યું છતે પ્રાણોને સુખે કરીને ત્યજે પરંતુ પ્રતિજ્ઞાને તજતા નથી. નિર્લજતા એ બધા દોષોનું મૂળ છે. લજ્જ, દોષોથી બચાવીને ગુણ પમાડે છે. લજ્જા ગુણ પાપમાંથી બચવા માટે છે, પાપના બચાવ માટે જેનો ઉપયોગ થાય તેને લજ્જાગુણ ન કહેવાય.
* ૧૦. દયાળુ : જેઓ ધર્મ કરવા તૈયાર થયા હોય તેમની કેવા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ તેની વિચારણા આપણે કરીએ છીએ. તેમાં દસમો ગુણ દયા બતાવ્યો છે. દુઃખીને કાંઈક આપવું તે દયા નહિ. દુઃખીના દુઃખને દૂર કરવાની અભિલાષા તેનું નામ દયા. બીજાનો ઉપકાર કરવો તે દયા નહિ, બીજાને અપકાર ન કરવો તેનું નામ દયા. બીજાને પૈસા આપવા તે દયા નહિ, બીજાના પૈસા જતા કરવા તેનું નામ દયા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org