SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સ. અભવ્યગુરુને છોડીને ગયા ને ? કયારે ? અભવ્ય અભવ્ય તરીકે ઓળખાઈ ગયા પછી ને ? જે પોતે મોક્ષને માનતા નથી તે મોક્ષની પ્રરૂપણા કરે તો તે માયાપૂર્વકની પ્રરૂપણા કહેવાય. માટે એવી પ્રરૂપણા કરનારને છોડીને ગયા. સ. અભવ્ય તરીકે આચરણાના કારણે ઓળખાયા ને ? આચરણામાં તો કોઈ ફરક ન'તો થયો. મહાવીરના જીવડા કીચૂડ કીચૂડ બોલે છે આવી પ્રરૂપણા કરી માટે ઓળખાયા. જો બોલતા નહિ તો ખબર ન પડત. તેથી નક્કી છે કે અશઠપણે શુદ્ધ પ્રરૂપણા કરનાર ગુરુને શોધી એમની નિશ્રામાં રહેવું છે. * મંદિરમાં જનારને હજુ ભગવાન ઓળખવાના બાકી છે અને ઉપાશ્રયમાં જનારને હજુ ગુરુ ઓળખવાના બાકી છે. એમ કહીએ તો ખોટું નથી ને ? વીતરાગપરમાત્માનું સ્વરૂપ સમજનારો રાગને પુષ્ટ બનાવી શકે ખરો? આજે આપણને રાગ ભંડો લાગે છે ખરો ? આજે પ્રશસ્તરાગને ઉપાદેય માનનારને પણ પૂછવું પડે કે રાગ ભંડો લાગે છે માટે પ્રશસ્ત રાગ કરવો છે? જેને રાગ કાઢવો ન હોય તે પ્રશસ્ત રાગ કરવાની વાત કરે તો નભાવાય ખરું? રાગને મારવાનું મન ન હોય અને માત્ર પાત્ર બદલીએ તો પાત્રતા આવી ન જાય. ગુરુભગવન્ત પ્રત્યે રાગ નથી કરવો, બહુમાન જોઈએ છે. જ્યાં રાગ હોય ત્યાં પ્રાયઃ બહુમાન ન હોય, જ્યાં બહુમાન હોય ત્યાં રાગની જરૂર ન પડે. * જેને મોક્ષમાર્ગની આરાધના કરવી હોય અને પળે પળે વિરાધનાનો ભય હોય તેઓ તો ગુરુભગવન્તની પાસે જઈને કાયમ માટે વિનંતિ કરે કે જ્યાં જ્યાં હું ભૂલું ત્યાંથી મને વારો. * ભગવાન સુખી કરે તેની ના નહિ પણ મોક્ષમાં પહોંચાડીને સુખી કરે કે સુખી કરીને મોક્ષમાં પહોંચાડે ? * જેને મોક્ષે જવું હોય તે આજ્ઞાને પ્રધાન બનાવે, જેને સંસારનું સુખ જોઈતું હોય તે ઈચ્છાને પ્રધાન બનાવે. ઈચ્છા આજ્ઞાનું પાલન ન કરવા દે, આજ્ઞાની વિરાધના કરાવે. * સુખશીલતાના કારણે પતનને અભિમુખ થયેલા મેઘકુમારને પણ ભગવાને સુખ ભુલાવીને દુઃખ યાદ કરાવ્યું. ૧૨૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy