________________
કરાવે એવું સુખ જ ન જોઈએ. આપણને મોક્ષ મળતો ન હતો માટે ધર્મની શરૂઆત કરી હતી કે મોક્ષ જોઈતો ન હતો માટે ધર્મ શરૂ કર્યો હતો? મોક્ષની સાધના કરનારો સુખ સામે જુએ ખરો ?
સ. ઈષ્ટ સ્થાને જવા માટે ગાડીમાં બેઠેલો વચ્ચેના સ્ટેશને ખાવાપીવાની વસ્તુ લેવા ઊતરે ય ખરો ને સીટી વાગે એટલે ચઢી ય જાય !
અહીં ભગવાને કેટલી સીટી મારી ? આઠમે વરસે ચેતવ્યા, વીસ વરસે ચેતવ્યા, ચાળીસ વરસે ચેતવ્યા. તમે એક સીટી સાંભળી? બહેરા માણસે તો નીચે ઊતરવું જ નહિ એમ જ કહેવું પડે ને ? મોક્ષ જોઈએ છે માટે ધર્મ કરવો છે - આટલું પહેલાં નક્કી કરો. એ ધર્મ કરવા માટે ભગવાન પ્રત્યે બહુમાન જોઈશે, ક્રિયા પ્રત્યે અભિરુચિ જોઈશે અને સાથે શરીરાદિની શક્તિ-સંયોગો પણ જોઈશે. એ ત્રણે કેળવ્યા વિના નહિ ચાલે. કર્તવ્યને કર્તવ્ય તરીકે સ્વીકારીએ તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. કર્તવ્યની ઉપેક્ષા કરે તેને બહુમાન ક્યાંથી હોય ? માર્ગે કીમતી વસ્તુ ઉપાડીને લઈ જતા હોઈએ ત્યારે ભાર વધારે લાગે તો વારાફરતી હાથ બદલીએ, વિસામો લઈએ પણ વસ્તુ મૂકીને કે ફેંકીને ન જવાય ને ? આપણે નબળા હોઈએ તો જે સબળા હોય તેનું આલંબન લઈએ! ચઢતાનું આલંબન લઈએ તો પડતાં બચી જવાય ને ? આલંબન એવાનું લેવાનું કે જે આપણને પાડે નહિ, પરંતુ તારે. ગુરુભગવન્ત એ શ્રેષ્ઠ આલંબન છે. તેમના આધારે તરી જવું છે. દુઃખ આકરું લાગે ત્યારે સાધુભગવન્તને યાદ કરી લેવાના. તો દુઃખ ભોગવવાનું સત્ત્વ પ્રગટશે અને મને પણ થશે. અને પછી તો દુઃખ ભોગવવાનો અભ્યાસ પડી જશે. સુખ ભોગવવાનો અભ્યાસ તો છે જ, પણ તે તોડવો છે. સુખનો અભ્યાસ છોડાવવા માટેનો જ આ પ્રયાસ છે.
* ગુરુભગવન્ત પ્રત્યે ગમે તેટલું બહુમાન હોય તોપણ એટલું યાદ રાખવું કે આપણો અને ગુરુનો સંબંધ ભગવાનના કારણે જ છે. ગુરુભગવન્તની નિશ્રામાં રહેવાનું પણ ભગવાને કહ્યું છે. ગુરુ પણ આપણી ઈચ્છા મુજબના ન જોઈએ, ભગવાનની આજ્ઞા મુજબના જોઈએ. ગુરુની નિસ્પૃહતા કરતાં પણ માર્ગદર્શકતા ગુણ મહત્ત્વનો છે. ઈચ્છા મુજબના ગુરુ શોધવા નીકળીશું તો વાત્સલ્યમૂર્તિ ગુરુ કોણ છે તે શોધીશું. આજ્ઞા મુજબના ગુરુ જોઈતા હોય તો માર્ગદર્શી ગુરુ કોણ છે તે શોધવા નીકળવું પડશે. શુદ્ધ પ્રરૂપક ગુરુ અભવ્ય મળે તો ય તેનાથી આપણો વિસ્તાર થઈ જાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org