SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ડિપ્રસંગ : * સોળમા રાગદોષનું વર્ણન કર્યા પછી સત્તરમા ક્રીડાપ્રસંગ દોષનું વર્ણન કરાય છે. જ્યારે જ્યારે પ્રેમ કરીએ ત્યારે ત્યારે એ પ્રેમને અમલમાં મૂકવા માટે ક્રીડાનો ખપ પડે. પ્રેમ થયા પછી ત્યાગ કરવાની ઈચ્છા જાગે કે એની સાથે રમવાની ઈચ્છા જાગે ? ખાવાની વસ્તુ ગમી ગયા પછી છોડવાની ઈચ્છા થાય કે લેવાની ? ક્રીડા એટલે રમવું તે. રાગ, સ્નેહ થયા પછી ક્રીડાનો પ્રસંગ ઊભો જ હોય. નવી સાયકલ લીધા પછી ચલાવે નહીં તોપણ એકાદ હાથ સીટ ઉપર મારો ને ? સ. રમવાનું એટલે રાગ કરવાનો ને ? રાગને અમલમાં મૂકવો એ રમવું. પ્રેમ થયા પછી રમવાની ઈચ્છા જાગે, જાગે ને જાગે જ. પાંચે ઈન્દ્રિયની સાથે તાદાસ્યભાવ એ રાગનું તોફાન નથી તો બીજું શું છે? સાધુમહાત્માને પણ આમાં રસ પડે ને ? શરીરને કોઈ ફાયદો નહીં, ન'તો લોહી વધે, ન તો કર્મની નિર્જરા થાય, ન તો મોક્ષમાં પહોંચાય એવો અનર્થદંડ પણ આપણે કરીએ ને? પૌષધમાં પણ નાની બેબી આવી હોય તો રમાડવાનું ગમે ને ? દૂર બેસજે' એમ કહે પણ જતી રહે એમ કહો ખરા ? ઉપરથી કહે કે “આ મારા બાબાની બેબી છે.' કેટલું વિચિત્ર જીવન જીવીએ છીએ! જવું છે ક્યાં? અને કરીએ છીએ શું? દોષરહિત બનવા માટે કેટલી સાફસફાઈ કરવી પડશે ? પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ઉપભોગ જરૂર છે માટે કરીએ છીએ એવું નથી, ગમે છે માટે કરીએ છીએ. * આપણું પુણ્ય સંસારમાં રમાડવા માટે જ છે ને ? જેને સંસારમાં રમવું નથી એને પુણ્યની જરૂર નથી. કાંઈક વિચારવું પડશે ને? સંસારમાં રમવું હોય તો ચારે બાજુથી બધું ગોઠવાયેલું જ છે. ઘરમાં બધે ક્રીડાપ્રસંગ ચાલુ છે ને ? ક્રીડાપ્રસંગ ટાળવો હોય તો જે વસ્તુ જિંદગીમાં વાપરી નથી તે વાપરવી નથી-આટલું નક્કી કરવું પડશે. ભગવાને જે મોક્ષમાર્ગ સ્થાપ્યો તે તમને ને અમને ગમે એવો નથી માટે આપણે મોક્ષમાર્ગ નવો આંકવાનો છે – એવું લાગે છે. થોડા ડાહ્યા થવાની જરૂર છે. ભગવાનને ઓળખી લેવા છે અને એમની જેમ દોષરહિત બનવું છે. આટલો સંકલ્પ કરી લેવો છે ને ? * આજે ગુણ પામવા તરફ આપણી નજર છે પરન્તુ દોષરહિત થવા તરફ નજર નથી. જ્ઞાન જોઈએ છે પણ અજ્ઞાન ટળે એ રીતે નથી જોઈતું. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy