________________
મન થાય-તેવા વખતે નિર્લેપભાવે રહેવું તે દ્રવ્યથી શૌચ. ભાવથી, તક મળવા છતાં સાધન હોવા છતાં પાપ ન કરવું તે ભાવશૌચ. તક ન મળે માટે પાપ ન કરવું તે મનની પવિત્રતા નથી. વસ્તુની જરૂર હોય ને લઈએ તો વાંધો નહિ અને વસ્તુની જરૂર ન હોય ને ન લઈએ તો વાંધો નહિ, પણ વસ્તુ સારી છે માટે લેવી અને ખરાબ છે માટે છોડવી તે મનની અપવિત્રતા છે.
સ. અમને મળે છે માટે અમે લઈએ છીએ.
મળે છે માટે નથી લેવાનું, જોઈતું હોય તો લેવાનું. જ્યારે આપણને તો જોઈતું ન હોવા છતાં લઈએ તો તે મનની અપવિત્રતાને જ સૂચવે છે ને ?
સ. અમને ‘જોઈતું નથી એવું લાગતું જ નથી.
લાગતું નથી એમ બોલ્ય નહિ ચાલે, ન લાગતું હોય તો પણ લગાડવું પડશે. જ્ઞાનીભગવન્તોએ જે માર્ગ બતાવ્યો છે તેને સ્વીકારી લેવો છે પણ પાપના અખતરા કરવા નથી બેસવું. જ્ઞાનીની વાત માનવી છે, આપણે ખતરામાં નથી પડવું.
* કિંચન એટલે દ્રવ્ય, પરિગ્રહ. સાધુભગવન્ત અભ્યન્તર કે બાહ્ય પરિગ્રહ ન રાખે માટે તેમને અકિંચન કહેવાય છે અને આકિંચન્ય એ તેમનો ધર્મ છે. ધનધાન્ય વગેરે નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે અને મિથ્યાત્વ, ચાર કષાય, હાસ્યાદિ ષટ્સ અને ત્રણ વેદ : આ ચૌદ પ્રકારનો અભ્યન્તર પરિગ્રહ છે. “મુક્તિધર્મ બતાવ્યા પછી ફરી આ આકિંચન્ય ધર્મ બતાવવાની જરૂર ન હતી’ એવી શંકા ન કરવી. કારણ કે જડ અને ચેતન પ્રત્યેનો રાગ જ આપણા પાપનું મૂળ છે. તેથી બે વાર તેનો ઉલ્લેખ કર્યો છે. ‘ર્વિઘ સુવદુધમ્' આ ન્યાયે પરિગ્રહની અત્યન્ત અનુપાદેયતા અને નિષ્પરિગ્રહતાની અત્યન્ત ઉપાદેયતા જણાવવા માટે બે વાર જણાવ્યું છે. કોઈ પણ જાતના પરિગ્રહ પર નજર ન બગાડે તેનું નામ સાધુ.
* અપરિગ્રહને જણાવ્યા બાદ પણ જે સંયમનાં ઉપકરણ છે તેની પ્રત્યે પણ સાધુ મમત્વ ન રાખે તે જણાવવા અકિંચન્યધર્મ બતાવ્યો છે. સાધુભગવન્ત પાસે કશું ન હોય માટે તેમને અકિંચન નથી કહેવાતા, સાધુભગવંત પાસે જે કાંઈ હોય તે તેમને મન કાંઈ ન હોવાથી તેઓ અકિંચન કહેવાય છે. મમત્વ અને લેપમાં ફરક છે. વસ્તુ કે વ્યક્તિ સારી લાગે તેનું નામ લેપ અને સારી હોય કે ન હોય પણ “મારી' લાગે તેનું નામ મમત્વ. સાધુભગવન્તો વસ્ત્રપાત્રાદિ જરૂર પૂરતાં રાખે. તેની કાળજી પણ રાખે, પરન્તુ કાળજી રાખવાના બહાને મમત્વ પુષ્ટ થાય એવું ન કરે. જે ઉપકરણ જેના માટે રાખ્યું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org