SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ. અનુષ્ઠાનમાં સાધુની નિશ્રા જોઈએ ને ? તમારે તો ફોટાની નિશ્રા ય ચાલે છે ને ? ફોટો પધરાવી દેજે ! પણ જ્ઞાન તો બોલતા ગુરુ આપશે ને ? તમને તો જીવતા ગુરુ કરતાં સ્થાપનાગુરુ પ્રત્યે ભાવ વધારે આવે ને ? કારણ કે સ્થાપનાગુરુ બોલતા નથી અને જીવતા ગુરુ બોલ્યા વિના રહેતા નથી ! દવા ડોક્ટરની કરો કે ડોક્ટરના ફોટાની ? ડોક્ટર હાજર ન હોય તો કંપાઉન્ડરની દવા લો ને ? કે ફોટાની ? શરીરના આરોગ્યની જેટલી ચિંતા છે તેટલી ભાવઆરોગ્યની નથી ને? ભાવ આરોગ્યની ચિંતા હોય તો અજ્ઞાન ટાળવા માટે પ્રયત્ન કરાય ને? * જેને વિધિ પ્રત્યે રાગ ન હોય તેનો અનુષ્ઠાન પ્રત્યેનો રાગ બનાવટી છે એમ સમજી લેવું. ભાવતી વસ્તુ પ્રત્યે રાગ હોય તો તેની વિધિની ઉપેક્ષા થાય ? સ્પેશિયલ રસોઈયો બોલાવીને બનાવરાવો ને ? વિધિ પ્રત્યે રાગ હોય તે અનુષ્ઠાન ન કરે તો ચાલશે, પણ અનુષ્ઠાન કરે અને વિધિનો રાગ ન હોય તે ન ચાલે. * ગાથા ર૬: સમરૂપવિત્તથ્વી- સ્વમતિથી પ્રવર્તેલ સર્વ પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી ભવરૂપ ફળ આપનારી છે. તીર્થંકરના ઉદ્દેશથી કરાયેલી હોવા છતાં તમો - સ્વમતિથી કરાયેલ હોવાથી (ભવફળવાળી હોવાથી) તીર્થંકરના ઉદ્દેશવાળી તે રહેતી નથી. * વિન્તરીન્યથાપિ પ્રખ્યત્વાન્ - અર્થાન્તર – મોક્ષરૂપ અર્થને છોડીને અન્ય એવા અર્થકામની પ્રાપ્તિ તો અન્યથા-આજ્ઞા મુજબની પરમાત્મપૂજા વિના પણ થઈ શકે છે. એકમાત્ર મોક્ષની પ્રાપ્તિ આજ્ઞાના પાલન વિના નથી થતી. * દેસાવગાસિક કરનારને પૂજા કરવી ફરજિયાત નથી. પૂજા ન કરે તો ચાલે પણ સ્નાન કર્યા પછી પૂજા ન કરે તો ન ચાલે. સ્નાન કરે તો પૂજા કરવી જ જોઈએ. પૂજા માટે સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવું છે માટે પૂજા કરી આવવી : આવો ભાવ પણ ન જોઈએ. * સાધુભગવન્તો ભગવાનની પૂજાના અધિકારી નથી અને તમે અધિકારી છો એ ગૌરવની વાત નથી. સાધુ થયા નથી માટે આ પૂજા કરવાનો વખત આવ્યો છે – એવું લાગે ને ? દવા લેવાનો વખત કોને આવે ? રોગી હોય તેને જ ને ? જેને મિથ્યાત્વ, અવિરતિ અને કષાય રૂપ રોગ લાગુ પડ્યો છે તેને માટે આ પૂજાનું વિધાન છે. સાધુ ભગવન્ત નિરોગી હોવાથી તેમને માટે આ દવારૂપ પૂજાનું વિધાન નથી. રોગી છીએ માટે દવા લેવાની છે, એનો અર્થ એ નથી કે ઉપેક્ષાપૂર્વક દવા લેવાની. દવા જેમ સારામાં ૧૦૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy