________________
સ. દુઃખાભાવ અને આનંદનો અનુભવ બંન્ને પર્યાયવાચી જ કહેવાય ને ?
દુઃખાભાવ અને આનંદનો અનુભવ બન્ને જુદી વસ્તુ છે. જડ પદાર્થમાં દુઃખનો અભાવ છે પણ ત્યાં આનંદનો અનુભવ નથી ને ? આગળ વધીને બેભાન થયેલાને દુઃખ નથી સાથે આનંદનો પણ અનુભવ નથી.
* શરીર અને આત્માના ભિન્નત્વનું જ્ઞાન જ્યારે થાય ત્યારે સાચી ઉદાસીનતાનું સુખ અનુભવી શકાય. તમારા પૈસા આવી ગયા પછી બીજે જ દિવસે પાર્ટી ઊઠી જાય તો આંખમાં આંસુ ન આવે ને? જ્યાં ભિન્નત્વનું જ્ઞાન છે ત્યાં દુઃખ અનુભવાતું નથી. શ્રી નમિ રાજર્ષિએ પણ શું કહ્યું હતું ? જે બળે છે એ મારું નથી અને મારું છે એ બળતું નથી. તમને આટલી શ્રદ્ધા છે? તમારી ઉઘરાણી કોઈ આપતું ન હોય ત્યારે એવો વિચાર આવે ને કે - જે ગયા છે એ મારા નથી, એના ભાગના હતા માટે જ લઈ ગયો, જે મારું હોય તેને કોઈ લઈ જઈ ન શકે. બીજાની બેગ ખોવાય તોપણ રૂંવાટું ન ફરકે અને તમારી છત્રી કે જોડા ઊપડી જાય તોય બૂમાબૂમ કરી ને ? લઈ જાય એનું દુઃખ નથી, “મારું જાય છે' એનું જ દુઃખ છે ને ? જ્ઞાનીને મમત્વ નથી હોતું. આથી જ જ્ઞાની ભગવન્તો સુખમાં કે દુઃખમાં ઉદાસીન હોવાથી સદાયે પ્રસન્ન હોય છે. જ્ઞાની જ્ઞાનમાં આનંદ પામવાના સ્વભાવવાળા હોય છે, વિષયમાં નહિ. જ્યારે આપણે વિષયના આનંદમાં ખોવાઈ ગયા હોવાથી જ્ઞાનનો આનંદ માણી શકતા નથી.
સ. જ્ઞાનનો આનંદ એટલે?
વિષયનો સંપર્ક ન હોય, ભોગવટો ન હોય તોપણ વિષયના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી જે આનંદ અનુભવાય છે તે જ્ઞાનનો આનંદ છે. અપ્રશસ્તમાર્ગમાં – વ્યવહારમાં તમને આનો અનુભવ છે. તમારી પાસે જે પૈસો છે એનો ભોગવટો ન હોવા છતાં જે આનંદ છે તે કયો છે? “પૈસા છે' આવા જ્ઞાનનો જ આનંદ છે ને?
* જેને એકાસણું હોય તેને ભાવતી વસ્તુ જોઈને આનંદ થાય ને એ અભક્ષ્ય જાણીને દુઃખ થાય. જ્યારે આયંબિલવાળાને તો બંન્ને અવસ્થામાં સમભાવ હોય ને ? તેવી જ રીતે વિષયનો વૈરાગ્ય પામવા માટે વિષયના ભોગવટાથી દૂર રહેતાં શીખવું છે.
* અન્યદર્શનકારો કરતાં આપણો મોક્ષ ચઢિયાતો છે એવું પણ ન કહેવાય. કારણ કે બે વસ્તુ હોય તો એક ચઢિયાતી કહેવાય. અસલમાં મોક્ષનું તો વાસ્તવિક એક જ સ્વરૂપ છે. ભગવાનની આ “સિવંત્રતીર” વિશેષણથી સ્તવના કરનાર દુનિયામાં બધે સારું હોઈ શકે – એવું ન બોલે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org