SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સ. અવિધિ ગમતી નથી, પ્રમાદના કારણે થાય છે. કાંઈ વાંધો નહિ. એ પ્રમાદ પણ ગમે છે કે નથી ગમતો? પ્રમાદના કારણે અવિધિ થતી હોય અને એ પ્રમાદ ગમતો ન હોય તો તે ટાળવા મહેનત કરી ? તમારી અવિધિ પ્રમાદથી થાય છે કે પ્રમાદરુચિથી ? અને પ્રમાદની રુચિ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન આવે નહિ. અવિધિથી કરેલો ધર્મ થોડુંઘણું ફળ તો આપે, અતિચારવાળી દીક્ષા પણ દેવલોક અપાવે-આવી માન્યતાને કારણે જ અવિધિ જીવનમાંથી જતી નથી અને આવા પ્રકારના અવિધિના રાગના કારણે મિથ્યાત્વ ટળતું નથી. * સંસાર અસાર લાગે તો છોડવો છે – આવી ભાવનાવાળા સંસાર લગભગ ક્યારે ય છોડી નહિ શકે. સંસાર અસાર માનીને છોડવો હોય તો આજે છૂટી જાય. પ્રમાદ ભંડો લાગે તો જ છોડવો-આવો આગ્રહ રાખીએ તો પ્રમાદને જીવનમાંથી નાબૂદ નહિ કરી શકાય. પ્રમાદને ભગવાનના વચનથી ભૂંડો માનીને કામે લાગીએ તો આજે નાબૂદ કરી શકાશે. આજે પ્રમાદ એટલો ગમે છે કે પ્રમાદ ન હોય તો સંસારમાં કોઈ મજા જ ન આવે, આથી તે ખરાબ લાગે તેની રાહ જોતાં બેસી નથી રહેવું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન આવે ત્યાં સુધી આજ્ઞાગર્ભિત વૈરાગ્ય કેળવી લેવો છે. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ જ્ઞાન ભણવા માટે જે વૈરાગ્ય પામ્યા તે ગુરુના વચનથી જ પામ્યા હતા ને? * જેના કારણે કોઈને પણ પીડા થાય તે પ્રમાદ. રાત્રે ઊંચે સ્વરે બોલવાથી આજુબાજુનાની ઊંઘમાં ખલેલ પહોંચે ને? અવિવેક એ પ્રમાદનો જનક છે. * જેમાં આત્માને કે શરીરને કોઈ જાતનો ફાયદો નથી તેવા પ્રકારનું દુર્બાન એ દુર્ભાવ છે. પૌષ્ટિક આહારના કારણે શરીરને ફાયદો થાય છે જ્યારે અનર્થદંડમાં તો એ પણ નથી. તેથી તદ્દન વ્યર્થ એવું આ પાપ છે. * વૃદ્ધાવસ્થામાં જેટલું વિકથાનું પાપ થાય તેટલું પ્રાયઃ બાળપણમાં કે યુવાનીમાં નથી થતું. કારણ કે તે વખતે નવરાશ નથી હોતી. વૃદ્ધોને ઘરમાં અહં ઘવાતો હોય અને બહાર લોકોની સાથે વાતો કરવામાં અહં પોષાતો હોય છે તેથી તેમને વિકથા કરવાનું સારું ફાવે છે. * ન વિદ્યતે કર્થો યસ્ય જ્વસ્થ તોડનWG: જેમાં આત્માને કે શરીરને કોઈ જ ફાયદો નહિ અને પાપ પાર વગરનું : તેનું નામ અનર્થદંડ. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy