________________
* અરિહન્ત અને અહમ્ આ બે પદ પછી હવે અહમ્ પદની વ્યાખ્યા કરવી છે. રુહમ્ એટલે જે બીજ વાવીને ઊગે છે અને જે વાવ્યા પછી ન ઊગે તે અરુહન્. ભગવાને આ સંસારના રાગ, દ્વેષ અને મોહરૂપ બીજે બાળી નાંખ્યાં હોવાથી ભગવાનને અહમ્ કહેવાય છે. આપણા રાગદ્વેષમોહરૂપી બીજ બાળવાં છે કે એનું સિંચન કરવાનું ચાલુ છે? સંસારરૂપી વૃક્ષનાં આ ત્રણ બીજ છે. આ બીજના સિંચનથી સંસારરૂપી અંકુરો ફૂટે છે અને તે ફૂલેફાલે છે. સંસાર પ્રત્યેની મીઠી નજર એ રાગાદિ બીજના સિંચન માટેનું પાણી છે. આ નજર ખસેડવી છે. આપણે બીજને બાળી ન શકીએ પણ તેનું સિંચન નથી કરવું. આટલું નક્કી કરવું છે ને ? આજે તો આસક્તિનું ખાતર નાંખીને સ્નેહનું પાણી સીંચીને રાગાદિને પુષ્ટ કરવાનું કામ ચાલુ છે ને ? આવી હાલતમાં ભગવાન પ્રત્યે બહુમાન કઈ રીતે જાગે ? લૌકિક દર્શનમાં પણ અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનનો ઉપદેશ પામીને કહ્યું હતું કે ‘મોહ નાશ પામ્યો, હવે તમારું વચન પાળીશ.” એ લોકો પણ માને છે કે સારા માણસ પાસે જવાથી મોત દૂર થાય. જ્યારે આપણે તો સારામાં સારા માણસ પાસે જવા છતાં પણ મોહ પુષ્ટ કરીએ એ કેમ ચાલે?
* કષાયની હાજરીમાં કષાય ન કરે તેનું નામ સાધુ અને કષાય ન હોવાના કારણે કષાય ન કરે તે વીતરાગ. કર્મના ઉદયને જે આધીન થાય તેને સાધુ ન કહેવાય. કારણ કે કર્મના ઉદયને આધીન થવાથી નવાં કર્મો બંધાયા કરે અને જેને મોક્ષમાં જવું છે તેને કર્મનો બંધ પાલવે એવો નથી. ક્ષણવાર માટે ભીંજવનારા પાણીના રેલાને પણ હાથ આડો રાખીને રોકનારા આપણે ભવોભવ સુધી હેરાન કરનાર કર્મને રોકવા માટે પ્રયત્ન ન કરીએ અને તેને આધીન થઈ જઈએ – એ ચાલે?
* જે વસ્તુ સારી હોય તેને બતાવ્યા પછી એ સારી વસ્તુને પ્રાપ્ત કરવાનો ઉપાય ન બતાવે તો તે શાસને છેદશુદ્ધ ન કહેવાય. આથી જ મોક્ષને પામવા માટે, કર્મને આધીન ન થવા માટે સ્વાધ્યાયાદિ ઉપાય બતાવ્યા છે. મોક્ષ સારો છે એની ના નહિ પણ એ આપણને મળી શકે એવો છે માટે સારો છે કે બીજાને મળી શકે એવો છે, માટે ? બજાર સારો ક્યારે? આપણે કમાઈએ તો કે બીજા કમાય તો ? પહેલાંના રાજપુત્ર કોઈ ચિત્રકારે બતાવેલ અદ્ભત રાજકુમારીનું ચિત્ર જોઈને સૌથી પહેલો પ્રશ્ન કરતા કે “આ સ્ત્રી કાલ્પનિક છે કે વાસ્તવિક?' અને વાસ્તવિકતાને સાંભળીને ગમે તે પ્રયત્ને તેને મેળવીને જંપતા. આપણે મોક્ષને મેળવવા માટે એવો પ્રયત્ન નથી કરતા - તેનું કારણ શું? મોક્ષ કાલ્પનિક માનીએ છીએ એ જ ને ? અરિહન્તપરમાત્માને તાત્વિક તરીકે બતાવીને તેમની આરાધના દ્વારા મોક્ષ પામવાનો ઉપાય પંદરમી ગાથામાં બતાવે છે. ઉક્ત સ્વરૂપવાળા પરમાત્માને મસ્તકથી નમસ્કાર કરવો, વચનથી પ્રશંસા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org