Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 311
________________ સ. વ્યવહારથી તો મારાપણું હોય ને ? એનો વાંધો નહિ, પણ પછી એ લેવા માટે દોડાદોડ કરો, છૂટી જાય તો દોડાદોડ કરો ત્યારે નિશ્ચયથી પણ મમત્વ માન્યું છે – એમ કહેવું પડે ને ? જે વસ્તુ પડી ગઈ હોય તેને પણ છોડવાની તૈયારી છે ખરી ? જે કુદરતી રીતે છૂટે એ પણ છોડવું નથી તો તે નિશ્ચયથી મમત્વ કહેવાય કે વ્યવહારથી ? આજે એટલો નિયમ આપી દઉં કે આપણા હાથમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય તો લેવી નહિ. સ. બીજાની વસ્તુ નહિ લઈએ. બીજાની વસ્તુ લેવી એ તો ચોરી કહેવાય. તમે એવી ચોરી તો કરી જ નહિ ને ? શાહુકારના દીકરાને એવો નિયમ અપાય ? જે ચોરી કરતા હોય તેને ચોરી ન કરવાનો નિયમ અપાય. તમને તો તમારી પોતાની વસ્તુ પણ પડી જાય તો ન લેવાનો નિયમ આપવો છે. સ. આવા નિયમથી લાભ શું? બળતામાંથી છૂટી ગયા-એ લાભ. અગ્નિથી બળતી વસ્તુ હાથમાંથી પડી જાય તો બળતાં અટકી જવાય ને ? તેમ એ વસ્તુ છોડી દઈએ, જેના હાથમાં જાય તે તેનો માલિક-એવું માની લઈએ તો આપણું મમત્વ તૂટી જાય ને ? સ. તિજોરીની ચાવી પડી જાય તો? તે પાછી લેવાની છૂટ. બોલો હવે લેવો છે નિયમ? આજના દિવસે જેટલા આત્માઓ સિદ્ધ થયા તે લોભને મારીને જ થયા છે. તેથી જ સાધુભગવન્તને પણ ભગત ઉપર, સ્થાન ઉપર કે સંયમનાં કોઈ પણ ઉપકરણ ઉપર મમત્વ થાય નહિ એવો આચાર ભગવાને બતાવ્યો છે. આજના દિવસે તમે આટલું વિચારતાં વિચારતાં ઘરે જાઓ કે-સાધુભગવન્તને પાંચ મહિના એક સ્થાને રહેવાથી મમત્વ થવાની શક્યતા હોય તો પચાસ વરસથી એક ઘરમાં રહેલા મારું શું થશે? .... તો આજનો દિવસ સફળ. આટલું યાદ રહેશે ને ? આના બદલે ઊંધું તો નહિ વિચારો ને કે આપણે વરસોથી ઘરમાં રહ્યા છીએ તો ય એવું મમત્વ નથી તો સાધુભગવન્તને પાંચ મહિનામાં શું મમત્વ નડી જવાનું હતું? ભગવાનની આજ્ઞા મમત્વ મારવા માટે છે. વસ્તુ સારી છે માટે ગમે છે એવું નથી, મારી છે માટે ગમે છે. આ મારાપણું જો નીકળી જાય તો આ દુનિયામાં કોઈ આપણને દુઃખી કરે એવું નથી અને આપણું સુખ કોઈ છીનવી લે એવું ૩૧૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314