Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 310
________________ તીર્થયાત્રા કેવી? અડસઠ તીર્થ ફરીને આવ્યા પછી પણ શ્વાનપણું ન જાય-એવી જ ને ? આથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે તૃષ્ણાના કારણે બધું જ નકામું જાય છે. બધા દોષોને જન્મ આપનાર આ તૃષ્ણા જ છે અને સકલ ગુણોનો ઘાત કરનાર પણ આ તૃષ્ણા જ છે. આપણે અત્યાર સુધીમાં જે કાંઈ પાપ બાંધ્યાં છે તે તૃષ્ણાના કારણે જ બાંધ્યાં છે, પ્રવૃત્તિના કારણે નહિ. સ. એનાથી છૂટવાનો કોઈ સરળ ઉપાય ખરો ? તૃષ્ણાને મૂકી દેવી-એ જ સરળ ઉપાય છે. ઈચ્છાઓથી છૂટવાનો ઉપાય એક જ છે – ઈચ્છાઓ મૂકી દેવી તે. ઉકરડાની ગંધથી બચવાના ઉપાય ક્યો? ઉકરડાથી દૂર નીકળી જવું તે જ ને? ઉકરડામાંથી ગંધ જેમ દૂર કરી શકાય એમ નથી તેમ આ સંસારમાં ઈચ્છાઓ પૂરી કરી શકાય એવું નથી. ઉકરડો છોડીએ તો ગંધ જાય તેમ સંસાર છોડીએ તો અર્ધા ઈચ્છાઓને અધૂરી મૂકી દઈએ તો જ ઈચ્છાઓથી બચી શકાય. સ. ઉકરડો ગમતો હોય તો ? જેને ઉકરડો ગમતો હોય તે ભૂંડ હોય માણસ ન હોય. ભૂંડને તો એ અત્તરનું કૂંડું જ લાગે ને? લોકો લાઠી મારીને કાઢે તોય તે પાછું ત્યાં જ મોટું ઘાલે ને? કેમ ? સુખ મળશે તો અહીં જ મળશે એવી શ્રદ્ધા મજબૂત છે ને? આપણી પણ દશા લગભગ એવી જ છે ને ? સુખ મળશે તો સંસારમાં જ મળશે ને ? સ. એ તો અમારી ભ્રમણા છે. ભ્રમણા છે એ તો માત્ર બોલવા માટે જ. બાકી તો આ જ તત્ત્વ છે એવું લાગે છે ને ? આંખે જોવામાં ભ્રમણા થાય તો તરત ડોક્ટર પાસે દોડ્યા જાવ ને ? અહીં ભ્રમણા લાગ્યા પછી સાધુ પાસે દોડતા ગયા ખરા કે મારો ભ્રમ ટાળી આપો ? આ તમારી કે અમારી વાત નથી-આ શ્લોકના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. તેમણે કહેલી આ વાત છે. જૈનેતર વિદ્વાનો પણ જેમનું નામ સાંભળી હાથ જોડે, માથું ધુણાવે, તેમણે કહ્યું હોય તો વાત વિચારણીય છે-એમ માને, તેમની વાતની આપણે ઉપેક્ષા નથી કરવી. આ દુનિયામાં ગમે તેટલું સારું કે હિતકારી મળે છતાં આપણને જે મળ્યું છે તે જ સારું માનીને બેસીએ તો તે છૂટે ખરું? સારું છે માટે મમત્વ જાગે છે-એવું નથી, મારું માન્યું છે માટે મમત્વ જાગે છે. દુનિયાના લોકોની ગાડી કરતાં પણ આપણી સાયકલ પર મમત્વ વધારે હોય ને? એનું જ નામ આત્મીયગ્રહ. તેનો ત્યાગ કરવો છે. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૩૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314