Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 306
________________ કરશે. ધર્મ કરવા નીકળેલા ગુરુ ને સહવર્તીની સાથે દુશ્મનાવટ કેળવીને બીજા સાથે દોસ્તી કરશે. ૫) સિંહનું કલેવર - સિંહનું કલેવર જેમ એની અંદર ઉત્પન્ન થયેલા કીડા જ ફોલી ખાય છે અને બીજા પ્રાણીઓ કલેવરને જોઈને પણ આઘા ભાગે છે, તેમ ભગવાનના શાસનને કુતીર્થિકો નુકસાન નહિ પહોંચાડે એવું નુકસાન શાસનમાં રહેલા શાસનના પ્રત્યનીકો પહોંચાડશે. ૬) ઉકરડામાં કમળ – ધર્માત્મા કમળજેવા હોવા છતાં કુસંગના કારણે દુર્ગધવાળા થશે. સારા માણસો સારા સ્થાને નહિ રહે – પુણ્યવાન જીવો મધ્યમ જાતિના પ્રાયઃ થશે. ૭) બીજસ્વપ્ન - પાત્ર અપાત્રને જોયા વિના શ્રાવકો અપાત્રમાં બીજ વાવનારા થશે. ભૂમિની અને બીજની ખબર નહિ રાખે. અનીતિનો પૈસો અબીજ છે અને કુપાત્રઅપાત્ર એ ઉખર ભૂમિ છે. નીતિપૂર્વકનો પૈસો હોય અને સુપાત્રમાં અપાય તો દાનનું ફળ મળે. જ્યાં નામ મળે ત્યાં આપે તો ફળ ન મળે. ૮) નિર્મળ અને મેલા કુંભ – નિર્મળ પાણીથી ભરેલા પવિત્ર કળશ જેવા મહર્ષિ ઓછા હશે. શિથિલ અને નિંદિત આચારવાળા મેલા કુંભ જેવા સાધુ વધારે હશે. જે સાચા હશે તેની સાથે ખોટાઓ બાખડશે. અને જેઓ ખોટા હશે તેની સાથે મંત્રણા કરશે. સાચાઓને પણ ઝઘડવાની ફરજ પાડશે. તેથી લોકમાં સારા કોણ અને ખરાબ કોણ એનો ભેદ પારખવો કઠિન બની જશે. * આ સ્વપ્નનાં વર્ણન સાંભળી શ્રી પુણ્યપાળરાજાએ તો દીક્ષા લીધી. આપણે તો દીક્ષા લેવી નથી ને? આવતા વરસે પાછા સુપનના અર્થ આ રીતે સાંભળવા તૈયાર થશો ને? આવું ક્યાં સુધી ચાલશે ? આજે એટલું નક્કી કરવું છે કે દીક્ષા ન લેવાય તોપણ બહારના વાતાવરણથી અળગા થઈ જવું છે. કોઈ આપણો ભાવ પૂછે કે ન પૂછે ઘરમાં એક ઓરડો રાખીને તેમાં બેસી રહેવું છે. કોઈ પૂછે કે કેમ અહીં બેસી રહ્યા છો તો કહી દેવું કે બહારનું વાતાવરણ મને માફક નથી આવતું માટે અહીં જ રહીને શુભ ધ્યાનમાં જીવવું છે. ભગવાનની આ દેશના સાંભળી લોકો પાસેની આપણી અપેક્ષા તૂટી જાય અને ભગવાનના વચનની શ્રદ્ધા મજબૂત થઈ જાય તો આપણો માર્ગ મોકળો થઈ જાય. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૩૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314