Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 304
________________ ૨) કપિસ્વપ્ન : હાથીસ્વપ્ન બાદ શ્રી પુણ્યપાલ મંડલેશે કપિ-વાંદરાનું સ્વપ્ન જોયું હતું. તેનો ફલાદેશ કરતાં ભગવાને ફરમાવ્યું કે-મારા શાસનમાં પ્રાયઃ કરીને આચાર્યભગવન્તો આચારહીન, પ્રમાદી અને ચંચળ હશે. તેથી તેમને વાનરની ઉપમા આપી છે. વાનરનો સ્વભાવ ચંચળ હોય છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઠરીને બેસે નહિ. જે કામ કરવાનું હોય તેનાથી બીજા કામમાં જ તેનું ચિત્ત હોય. આને જ ચંચળતા કહેવાય. વાનરને બીજાને હેરાન કરવામાં, ભાગલા પડાવવામાં આનંદ હોય, તેમ આચાર્યો પણ ધર્મના ભેદને કરનારા થશે. ભણવા બેસે પણ ડાફોળિયાં માર્યા કરે તેનું નામ ચંચળતા. પોતાના કરતાં બીજાનું સારું લાગ્યા કરે અને એથી બીજાનું બગાડવાનું મન થાયઃ આ અપલક્ષણ વાનરજાતનું છે. આ બધું વર્ણન બીજા ઉપર લાગુ નથી પાડવાનું. પોતાની જાતમાં આ અપલક્ષણ છે કે નહિ તે વિચારી લેવાનું. નહિ તો એકબીજાને વાંદરા કહેવાજેવી પરિસ્થિતિ સર્જાવાની. આપણી જાતને બચાવવા માટે ભગવાને આ વર્ણન કર્યું છે. ખુદ ભગવાને જ આપણા દોષો બતાવ્યા છે. આ આપણી નિંદા નથી. આજે ઘણા લોકો ‘વ્યાખ્યાન-વાચનામાં અમારી નિંદાની જ વાત આવે છે' –એવી ફરિયાદ કરે છે – એ અનુચિત છે. આવી ફરિયાદ કરવાની હોય નહિ. શાસ્ત્રોની રચના જ આપણા દોષનું પરિજ્ઞાન કરાવવા દ્વારા દોષરહિત બનાવવા માટે છે. કર્મગ્રંથમાં પણ ગુણસ્થાનકનું સ્વરૂપ વર્ણવતી વખતે પહેલે ગુણઠાણે શું શું નડે છે તે બતાવ્યું છે, શું મળે છે તે નથી બતાવ્યું. દોષ ટળે તો ગુણ એની મેળે પ્રગટી જાય. આ બધું શાંતિથી વિચારીએ તો લાગે કે આપણા જીવનનું ભાથું બંધાઈ જાય એવું આ શ્લોકોનું વર્ણન છે. * શ્રી વીતરાગપરમાત્માની અંતિમ દેશનાને આપણે જે અપનાવી લીધી હોત તો અત્યારે આપણી જે દશા છે તેના કરતાં ચોક્કસ ચઢિયાતી અવસ્થા આપણી હોત. આજ સુધીમાં આ દેશનાને અંગીકાર કરવાનું સત્ત્વ કેળવ્યું નથી અને આવું સત્ત્વ કેળવાય એવા સંયોગો પણ જણાતા નથી. સાધન પરિપૂર્ણ છે, સાધ્ય વિદ્યમાન છે, હવે માત્ર સાધના કરવાની બાકી છે. આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા પણ શા માટે કરીએ છીએ-એ જ ખબર નથી ને ? * ધર્મ કરનારાઓમાં ચંચળતા તો દરેક ક્રિયામાં જોવા મળે. એક નવકારશીનું પચ્ચકખાણ પારતી વખતે પણ બીજું કામ કરવું નહિ એવો નિયમ ખરો ? ૩૦૩ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314