________________
લાલસાના કારણે જ ને ? અર્થકામની લાલચે જ દીક્ષા માંડી વાળી છે ને ? આસક્ત બનવું નથી અને દીક્ષા લઈને પછી કુસંગ કરવો નથી. કુસંગ એટલે ખરાબ સોબત. વિરતિધર માટે અવિરતિધરનો સંગ કુસંગ કહેવાય. સમકિતી માટે મિથ્યાત્વીનો સંગ કુસંગ કહેવાય. આજે સાધુપણું લીધેલાઓએ જો સાધુપણું ગુમાવ્યું હોય તો તેનું કારણ એક જ છે કે આજ્ઞાનો સંગ ન કર્યો અને ખરાબનો ભંગ કર્યો. આજે સાધુસાધ્વીને ભગતનો સંગ ગમે કે ગુરુ-સહવર્તીનો સંગ ગમે? તમારે ત્યાં પણ એ જ દશા છે ને ? તમને ભાઈનો સંગ ગમે કે મિત્રનો સંગ ગમે ? ભાઈનો સંગ ગમે તો ઘર ન ભાંગે, મિત્રનો સંગ ગમે તો લગભગ ઘર ભાંગ્યા વગર ન રહે. અમારાં સાધુસાધ્વીને પણ ભગતને ભણાવવાનું ગમે, પણ જાતે ભણવાનું ન ગમે! આનું નામ કુસંગ. શ્રી યોગશતક વગેરે ગ્રંથમાં જણાવ્યું છે કે – આપણે જે ગુણઠાણે હોઈએ તેનાથી હીનગુણઠાણાવાળાનો સંગ ન કરવો, અધિકગુણઠાણે રહેલાનો સંગ કરવો. પોતા કરતાં ઊંચાનો સંગ કરવો તે સત્સંગ અને નીચાનો સંગ કરવો તેનું નામ કુસંગ. મિત્ર કેવો જોઈએ? આપણને આગળ લઈ જાય એવો કે નીચે પાડે એવો? સાધુપણું લઈને તેનો ત્યાગ કરશે એનો અર્થ એવો નથી કે ઘરભેગા જ થઈ જશે. સાધુપણાના વેષમાં રહેવા છતાં જીવન ગૃહસ્થ જેવું જીવશે. વિરતિ લેવા છતાં અવિરતિની જેમ વર્તે એટલે દીક્ષા છોડી દીધી છે – એમ માનવું પડે ને ?
૪ દીક્ષા લેવા માટે ગુરુને શોધવાનું વિધાન છે, અનુકૂળ ગુરુને શોધવાની વાત નથી. જે ગુરુ હોય તે અનુકૂળ જ હોય, જે અનુકૂળ હોય તે ગુરુ ન બની શકે. જે દવા હોય તે અનુકૂળ કહેવાય કે જે અનુકૂળ હોય તેને દવા કહેવાય ?
* આપણને મન નડે છે એ જોતા નથી અને “સંયોગો નડે છે માટે વ્રત પાળી શકતા નથી' – એવી ફરિયાદ કરીએ છીએ ! આ પહેલા સ્વપ્નના ફળમાંથી બાકાત થવું હોય તો એટલું નક્કી રાખવું કે સુખમાં આસક્ત બનવું નથી, દીક્ષા લેવી છે અને લીધા પછી કુસંગ નથી કરવો, ક્ષણિક સુખ ખાતર વિવેક નથી મૂકવો.
* આપણે આ પવિત્ર દિવસોમાં એટલું નક્કી કરી લેવું છે કે – બોલવાનું બંધ કરી સહન કરવાનું શરૂ કરી દેવું છે. કોઈ ગમે તે કહે, ગમે તે રીતે કહે આપણે એક પણ વચનનો જવાબ નથી આપવો, ન ગમે તોપણ સહન કરી લેવું છે. આપણા માટે લોકો જે વાત કરે તે પ્રેમથી સાંભળી લેવી છે, તેનો ખુલાસો નથી કરવો. આટલું નક્કી થાય તો સરસ કામ થઈ જાય.
૩૦૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org