Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 305
________________ * વાંદરાની બે વિશેષતા છે. એક તો ચંચળતા ઘણી અને સત્ત્વ અલ્પ હોય. જે કામ કરવાનું હોય તે કામમાં ચિત્ત ન લગાડવું તેનું નામ ચંચળતા અને આરંભેલ કાર્યને ઈષ્ટ સુધી ન પહોંચાડે તેનું નામ અલ્પસત્ત્વતા. * જયવીયરાયસૂત્ર આળસુનો પીર માટે નથી, જેઓ ખરેખર સાધના કરવા તત્પર બન્યા હોય તેમને સાધનની ખામી ન રહે તે માટે આ સૂત્ર છે. * વાંદરાનું એક બીજું અપલક્ષણ છે કે પોતે તો જંપીને બેસે નહિ ને બીજાને શાંતિથી બેસવા ન દે. વાંદરો આવે તો આપણે બેસી રહીએ કે ઊઠવું જ પડે? તેવી રીતે આ વાંદરા જેવા આચાર્યો પોતે તો ધર્મ ન કરે અને ધર્મમાં સ્થિર રહેલા બીજાને પણ અધર્મમાં જોડે. આવા સંયોગોમાં ધર્મ પામવાનું કામ કર્યું છે. ભગવાનના શાસનની વાતો લોકોના હૈયા સુધી પહોંચાડવાના બદલે પોતાના અભિપ્રાયમાં લોકોને ખેંચી જવાનો પ્રયત્ન કરવો આ વાંદરાજેવી અવસ્થા છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હશે તો યોગ્યની નિશ્રામાં રહેવાનું નક્કી કરવું છે અને તે પણ યોગ્ય બનીને રહેવું છે. એક વાર દુઃખ વેઠવાની, અપમાન વેઠવાની પૂરતી તૈયારી કેળવી લઈએ તો જ ધર્મ કરી શકાશે. સાચી વાત સમજવાને બદલે સાચી વાત કાપવાની મહેનત કરવી નથી. * આવા વાનરજેવા આચાર્યોને જે કોઈ સુસાધુ કવચિત્ હિતશિક્ષા આપે તો તેનો તેઓ પ્રતીકાર કરશે અને તેમને ખરાબ ચીતરશે. અત્યારે આવી અવસ્થા જોવા મળે ને ? એકાદ વાર પણ હિતશિક્ષા આપી હોય તો કાયમ માટે દુશમન થઈ જાય એવું બને ને ? * આ બીજા સ્વપ્નના ફળમાંથી બચવું હશે તો સત્ત્વ વધારવું પડશે, ચંચળતા છોડવી પડશે, પ્રમાદનું વર્જન કરવું પડશે, ધર્મમાં તત્પર બનવું પડશે, ધર્મસ્થને અધર્મમાં નથી જોડવા અને કોઈ હિતશિક્ષા આપે તો પ્રતીકાર નથી કરવો, પ્રેમથી સાંભળી લેવી છે. (૩) ક્ષીરદ્વસ્વપ્ન : શ્રાવકો કલ્પવૃક્ષજેવા દાતાર હોવા છતાં બાવળિયા જેવા કસાધુઓની પડમાં આવી જવાથી તે શ્રાવકો સિંહજેવા સત્ત્વશાળી આચાર્યોને કૂતરાજેવા માનશે. ૪) કાકસ્વપ્ન - ભગવાનના શાસનના મુનિભગવન્તો પ્રાયઃ કાગડા જેવા ધૃષ્ટ સ્વભાવના અર્થાત્ ધિષ્ઠા થશે. જે રીતે કાગડાઓ સરોવરને છોડીને ખાબોચિયામાં રાચે તેમ સાધુઓ સરોવરજેવા ગુરુકુળવાસનો ત્યાગ કરીને એકલ-દોકલ વિચરવાનું પસંદ ૩૦૪ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314