________________
મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને એના કારણરૂપ સંયમાદિ દશ પ્રકારનો યતિધર્મ છે. મુસાફરી કરનારા પણ એ.સી. ડબ્બામાં બેસીને જાય કે સામાન્ય ડબ્બામાં બેસીને જાય, ઈષ્ટ સ્થાન આવે એટલે છોડીને જતા રહે ને ? તેમ ગમે તેટલી અનુકૂળતા મળે તોપણ તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે કરી લેવો છે. એ.સી. ડબ્બામાં બેસનારાનો આશય પણ સુખ ભોગવવાનો હોય કે ઈષ્ટ સ્થાને જવાનો આશય હોય ? આજે આપણે પુણ્ય ભોગવીએ છીએ તે સાધુપણાના સાધન તરીકે ભોગવીએ છીએ ? પુણ્ય એ ભોગવવાની ચીજ છે કે ઉપયોગ કરી લેવાની ચીજ છે ? ભગવાને કહ્યું કે જેને પુણ્ય મળ્યું હોય તે પુણ્ય છોડવા માટે મહેનત કરે અને જેને પુણ્ય ન મળ્યું હોય તે પુણ્યને મેળવવા મહેનત ન કરે.
ગુરુભગવન્ત તારક છે માટે આપણે તેમનું માનીએ છીએ કે ગુરુભગવન્ત બોલશે-માટે તેમનું માનીએ છીએ ?
* ભગવાનની દેશના વિરામ પામ્યા પછી પુણ્યપાલરાજાએ પોતે આગલી રાતે જોયેલાં આઠ સ્વપ્નોનો ફલાદેશ પૂછ્યો. ભગવાને પણ એના જવાબ આપ્યા. શ્રી પુણ્યપાલરાજા એ મહાત્મા હતા આથી જ ભગવાને તેમનાં સ્વપ્નનો ફલાદેશ કર્યો. ૧) હાથીસ્વપ્ન :
સૌથી પહેલું સ્વપ્ન હાથીનું હતું. આપણે આ ફ્લાદેશનું વર્ણન વાંચવું છે કે સાંભળવું છે પણ બીજાને ખરાબ ચીતરવા માટે નહિ, આપણી જાતને બચાવવા માટે સાંભળવું છે. ભગવાનના શાસનના શ્રાવકોને હાથી જેવા કહ્યા છે. હાથીની ચાલ જ એની સુખશીલતાને અને નિશ્ચિંતપણાને સૂચવે છે. તેમ શ્રાવકો પણ સુખશીલિયા બનશે–એમ ભગવાન જણાવે છે. શ્રાવકો વિવેકી હોવા છતાં પણ સુખશીલિયા હોવાથી સંસારનો ત્યાગ નહિ કરી શકે. શ્રાવકોની કિંમત પૈસાના કારણે નથી, વિવેકના કારણે છે. આર્થિક સંયોગોના કારણે કે પુણ્યના યોગે શ્રાવકની કિંમત નથી ગણાતી, વિવેકના કારણે જ શ્રાવકની કિંમત છે. આવા વિવેકી શ્રાવકો પણ તુચ્છ સુખમાં રાચીને રહેશે, આસક્ત બનશે. આસતિ અને લોભમાં ફરક છે. જે સુખ મળ્યું હોય તેમાં ચોંટી રહેવું, છોડવું નહિ તેનું નામ આસતિ અને જે ન મળ્યું હોય તેને મેળવવા માટે ભટક્યા કરવું તે લોભ.
* સુખશીલિયા શ્રાવકો વિવેકી હોવા છતાં દીક્ષા નહિ લે અને કદાચ દીક્ષા લેશે તોપણ કુસંગના કારણે છોડી દેશે. આજે તમે દીક્ષા નથી લઈ શકતા તે અર્થકામની
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૩૦૧
www.jainelibrary.org