Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 300
________________ દીવાળીપર્વનાં વ્યાખ્યાનો : पुमर्था इह चत्वारः, कामार्थो तत्र जन्मिनाम्। अर्थभूतौ नामधेयादनौँ परमार्थतः ॥१॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादि र्दशविधः, संसाराम्भोधितारणः ॥२॥ અનન્ત,ઃd: સંસારો, મોલોડનગ્નમુવ: પુનઃ | तयोस्त्यागपरिप्राप्तिहेतु धर्मं विना न हि ॥३॥ मार्ग स्थितो यथा दूरं, क्रमात् पङ्गुरपि व्रजेत् । धर्मस्थो घनकर्माऽपि, तथा मोक्षमवाप्नुयात् ॥४॥ શ્રી વીતરાગપરમાત્માની અન્તિમ દેશનાના આ ચાર શ્લોકો છે. મહાપુરુષો અંતસમયે જે વાત કરીને જાય તે પરમસારભૂત હોય-એ તો સમજી શકાય એવું છે. જે વાત કહ્યા વગર ચાલે એવી નથી, અને જે વાત આપણને ખાસ નડે છે, તેને જ કેન્દ્રમાં રાખીને ભગવાને છેલ્લી દેશના આપી હતી. * અત્યાર સુધી આપણે ધર્મ ન કર્યો માટે સંસારમાં રખડ્યા છીએ એવું નથી, ધર્મ કરવા છતાં ય સંસારમાં રખડ્યા છીએ. અધર્મ કરીને જેમ સંસારમાં રખડીએ છીએ તે જ રીતે ધર્મ કરીને પણ સંસારમાં રખડવાનું જ કામ આપણે કર્યું છે. કારણ કે ધર્મ સાચી રીતે કર્યો નથી. * વીતરાગપરમાત્માએ અંતિમ દેશનામાં જે વાત જણાવી હતી તે માત્ર આ દિવસોમાં નહિ, રોજના વ્યાખ્યાનમાં આ વાત ચર્ચાવી જોઈએ; જ્યારે આજે તો ભગવાને જે વાત કરી છે, તેનાથી ઊંધી વાતો વ્યાખ્યાનમાં ચાલતી હોય તો ક્યાંથી નિસ્તાર થાય ? ભગવાને કહ્યું છે કે સંસાર અનન્તદુ:ખમય છે, જ્યારે આજે અમારા સાધુઓ સમજાવે છે કે સંસારમાં દુઃખ છે. સ. એ બન્નેમાં શું ફરક પડે ? સંસારમાં દુઃખ લાગે તે સુખી થવા માટે, રાજા-મહારાજા થવા માટે મહેનત કરે. અને સંસાર દુઃખરૂપ લાગે તેને તો ઈન્દ્ર કે ચક્રવર્તી થવાનું પણ ન ગમે. સંસારમાં દુઃખ લાગે તે દુઃખ ટાળવા મથે, સંસાર દુઃખરૂપ લાગે તે સંસાર ટાળવા મથે. સંસાર દુઃખરૂપ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314