Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 299
________________ મજેથી ભોગવવું છે અને પાપનો ઉદય ના છૂટકે ભોગવવો છે – આવા પરિણામને બદલે હવે પાપ મજેથી ભોગવવું છે અને પુણ્ય ના છૂટકે ભોગવવું છે : આ પરિણામ કેળવી લેવો છે. * જેઓ દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે તેઓ આડકતરી રીતે સુખને માગે છે. કુલવાલક મુનિ દુઃખ વેઠવા છતાં સુખની લાલચ ન ટાળી શક્યા તો પતન પામ્યા ને ? અત્યાર સુધી આપણે દુઃખ ઘણું વેઠવા છતાં અનિચ્છાએ વેઠવાથી સંસ્કાર ન પડ્યા અને સુખ અલ્પ ભોગવ્યું હોવા છતાં તેના સંસ્કાર ગાઢ છે. હવે દુઃખ ઈચ્છાથી (સ્વેચ્છાથી) ભોગવી લેવું છે અને સુખ અનિચ્છાએ ભોગવવું છે, જેથી સુખના સંસ્કાર ભૂંસાઈ જાય અને દુ:ખ વેઠવાના સંસ્કાર મજબૂત બને. * જે ક્રિયાની પાછળ અશુભ આશય પડ્યો હોય તે ક્રિયા શુભ ફળને ન આપે. તપ શુભાશુભ કર્મની નિર્જરા માટે છે. આવો તપ કરતી વખતે શુભ કર્મ બંધાઈ જાય એ બને પણ ઈરાદો તો નિર્જરાનો જ હોય. ૨૯૮ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314