________________
સ. જ્ઞાનાવરણીયની નિર્જરા માટે ભણીએ તો?
જ્ઞાનાવરણીયની સંપૂર્ણ નિર્જરા પણ ત્યારે થશે કે જ્યારે ચારિત્રમોહનીયની નિર્જરા થાય. જ્ઞાનાવરણીયની નિર્જરા પણ શા માટે કરવી છે? ચારિત્ર મેળવવું છે માટે જ ને? નાના છોકરાઓને પણ આવશ્યકક્રિયાનાં સૂત્રો ભણાવીએ ત્યારે તેને પણ સમજાવવું કે “બેટા! આપણે સાધુ થવાનું છે.' સાધુ થવાના ઉદ્દેશ વિના જ્ઞાનની આરાધના કામની નથી. આજે તમે પૈસા મેળવવા માટે ભણો અને અમે માનસન્માન મેળવવા માટે ભણીએ. જ્ઞાન મેળવીને મોક્ષે જવાનો ઉદ્દેશ, નથી તમારી પાસે અને નથી અમારી પાસે. - સ. વ્યાખ્યાન પણ દીક્ષા માટે જ સાંભળવાનું?
દીક્ષા લેવાની ભાવના હોય તે વ્યાખ્યાન સાંભળે અને આગળ વધીને દીક્ષા લેવાની ભાવના પ્રગટાવવા માટે સાંભળે. આપણે જે સમ્યજ્ઞાન ભણીએ છીએ તે સર્વવિરતિ માટે ન ભણીએ તો આપણું જ્ઞાન સમ્યમ્ નહિ બને. અત્યારે માત્ર જ્ઞાન આપણી પાસે રહી ગયું છે. જ્ઞાનપદ પછી ચારિત્રપદ આપ્યું છે, તેનું કારણ એક જ છે. કે ચારિત્રના ઉદ્દેશને લઈને જ જ્ઞાન કર્મનિર્જરાનું કારણ બને છે, નહિ તો આ જ્ઞાન પાંચે ઈન્દ્રિયોના ભોગવટામાં જ વપરાવાનું. જે અવિરતિના ઉપભોગને જ પેદા કરાવે એ જ્ઞાન જ્ઞાન ક્યાંથી રહે ? આજે નથી અમે કેવળજ્ઞાન માટે ભણતા અને નથી તમે સર્વવિરતિ માટે ભણતા. આથી તમારું અમારું જ્ઞાન સમ્યમ્ નથી બનતું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મોનો જે ક્ષય કરે છે તે આ ચારિત્રના પરિણામના કારણે કરે છે માત્ર જ્ઞાનના કારણે નહિ. જેને ચારિત્ર જોઈતું નથી તેને જ્ઞાન-શ્રદ્ધા શું કામ લાગે ? સાધુ-ઉપાધ્યાય કે આચાર્યપદ પણ શા માટે આરાધે ? સિદ્ધપદ મળે ક્યાંથી અને અરિહંત મળે કે ના મળે શું ફરક પડે? આ રીતે બાકીના સાતે પદોને નકામાં બનાવે એવો આ ચારિત્રની ઈચ્છાનો અભાવ છે. ચારિત્ર લીધું છે માટે ભણવું છે આ ભાવ ન જોઈએ. ચારિત્ર લેવા માટે ભણવું છે અને ચારિત્ર લીધા પછી ક્ષાયિકભાવના ચારિત્ર માટે ભણવું છે. ચારિત્રની ભાવના જ જ્ઞાનને સમ્યગ્ર બનાવે છે. વર્તમાનના પાપથી બચી જઈએ અને ભવિષ્યમાં પાપ ન થાય-એવું સત્ત્વ કેળવાય એ પ્રભાવ આ ચારિત્રનો છે. ચારિત્રની પ્રાપ્તિ નસીબ પર આધારિત નથી, પુરુષાર્થ પર આધારિત છે. જે નસીબના ભરોસે બેસી રહે તેના જેવું કમનસીબ બીજું કોઈ નથી. જે આજ્ઞાનો ભરોસો રાખે તે ભાગ્યશાળી છે. ચારિત્ર મળે કે ન મળે, ચારિત્રની ઈચ્છા પણ ન મળે તે ન ચાલે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org