________________
જ્ઞાનપદનો આજે દિવસ છે. આપણી પાસે પુણ્ય ઘણું છે પણ જ્ઞાન પર વિશ્વાસ જ નથી. એ મહાપુરુષો ભવિષ્યના પુણ્યની કલ્પનાના આધારે જીવતા ન હતા પણ વર્તમાનના જ્ઞાન પર, સમજણ પર વિશ્વાસ રાખીને જીવતા હતા. શ્રી મયણાસુંદરીને એ ખબર ન હતી કે શ્રીપાળમહારાજા રાજપુત્ર છે અને તેમનો કોઢરોગ ચમત્કારિક રીતે દૂર થવાનો છે. ભવિષ્યમાં આટલી સંપત્તિ મળવાની છે – એવી કોઈ જ જાતની અપેક્ષા વિના શ્રી મયણાસુંદરીએ કોઢિયાનો હાથ પકડયો હતો.
સ. જેને જ્ઞાન ગમે તે પુણ્યના ઉદયને છોડી દે?
બરાબર. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે માન છોડીને જ્ઞાન માટે ચારિત્ર લીધું ને? માને રાજી કરવા માટે દષ્ટિવાદ ભણે એવા આચાર્ય આપણે ત્યાં થઈ ગયા છે. આજે ગુરુને રાજી કરવા માટે ભણનારાં સાધુસાધ્વી મળે ખરા ? આજે આપણી નજર પુણ્ય ઉપર જ ચટેલી હોય તો કયા મોઢે જ્ઞાનના ગુણ ગાઈએ ? હૈયામાં બહુમાન હોય ને હોઠે આવે તો તે ગુણાનુવાદ શોભે. દુઃખ કઈ રીતે ભોગવવું અને સુખનો પડછાયો પણ કઈ રીતે પડવા ન દેવો એ જ્ઞાન શીખવે છે. એ મહાપુરુષોનાં ચરિત્રો સાંભળીએ તો લાગે કે ગમે તેવા પ્રસંગોમાં તેમનો જ્ઞાનનો વિશ્વાસ ખસ્યો નથી.
સ. જ્ઞાની દુઃખ જ વેઠે ?
દુઃખ ભોગવે અને સુખ છોડે તે જ્ઞાની. દુઃખ ટાળે અને સુખ ખંખેરે તે જ્ઞાની નહિ. આજે તમારે ત્યાં પણ શું રિવાજ છે? નાના ભાઈને મોટાભાઈ વચ્ચે ઝઘડો થાય તો તમે મોટાને જ શિખામણ આપો ને કે “તું સમજુ છે ને? તો તું જતું કર'. મોટાને વેઠી લેવાની શિખામણ આપો તો તે જ્ઞાની છે માટે જ ને? મોટો જે સમજુ હોય તો બાપાની મિલકતમાંથી સરખો ભાગ ન ઈચ્છે. પોતાની ઉમરનો ભાગ કાપી લે, નાનાને વધુ ભાગ આપે.
સ. એટલે નાને માલ ખાય ને મોટા માર ખાય-એમ જ ને? ના, મોટા માર ન ખાય મેવા ખાય. સેવા એ જ એવા છે ને?
* સમ્યગ્દર્શનને આંચ ન આવે અને ચારિત્રને કલંક ન લાગે તે માટે જ્ઞાન સાચવવું છે. જ્ઞાન પર જેને વિશ્વાસ હોય તેને આપત્તિ આપત્તિ ન લાગે, સંપત્તિ સંપત્તિ ન લાગે, સંપત્તિ મેળવવાનો અને આપત્તિ ટાળવાનો અધ્યવસાય ન જાગે. જેને પુણ્યનો ભોગવટો ગમે તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય ન આપી શકે. આ જ્ઞાનરૂપી તેલ જો
૨૯૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org