________________
સં. પુણ્ય ઉપરથી નજર કઈ રીતે ખસેડવી ?
આ પૂછવા પહેલાં તમારી જાતને પૂછો કે પુણ્ય ઉપરથી નજર ખસેડવી છે ખરી?
સ. આપને અમારા ઉપર વિશ્વાસ નથી ?
જેને ભગવાન પર વિશ્વાસ ન હોય, જ્ઞાન પર વિશ્વાસ ન હોય તેના પર વિશ્વાસ મુકાય ખરો ? જેને જ્ઞાન ઉપર અને ભગવાન પર વિશ્વાસ હોય તેના પર અમને વિશ્વાસ હોય. જેને પુણ્ય પર જ વિશ્વાસ હોય તેના પર વિશ્વાસ કઈ રીતે મુકાય ? આજે તમારી કે અમારી આ જ દશા છે કે પુણ્યોદય ગમે છે, જ્ઞાનનો ક્ષયોપશમ નથી ગમતો.
સ. અમારી વાત તો બરાબર પણ આપના માટે એવું કેમ કહેવાય ?
અમને પણ લોકો અમારું માને એવું આદેયનામકર્મ ગમે પણ અમે ભગવાનનું માની શકીએ એવો મિથ્યાત્વનો, અવિરતિનો ક્ષયોપશમ ન ગમે. આજ્ઞા માનવાનો ક્ષયોપશમ નથી જોઈતો, આજ્ઞા મનાવવાનું પુણ્ય જોઈએ છે.
સ. જ્ઞાન અને પુણ્ય એક જ સિક્કાની બે બાજુ છે ને?
સિક્કાની પણ છાપ જુઓ કે ધાતુ જુઓ? છાપ વગર સિક્કાની કિંમત નથી તેમ જ્ઞાન વિના પુણ્યની કિંમત નથી. ગાંડો માણસ તગડો હોય કે શ્રીમંત હોય, શું કામનો ? તમને જ્ઞાન પર તો વિશ્વાસ નથી જ અને સાચા અર્થમાં પુણ્ય પર પણ વિશ્વાસ નથી. જેને પુણ્ય ગમે તે પાપ કરે ખરો ? પુણ્ય કરતાં પણ તમને પાપ પર વિશ્વાસ વધારે છે ! પુણ્યમાં હશે તો મળશે કે પાપ કરવાથી મળશે ? સંસારનાં ક્ષણિક સુખો માટે જ્ઞાનને ગુમાવવું નથી. ગમે તેટલાં દુઃખોમાંથી પસાર થવું પડે તો ય જ્ઞાનને ટકાવી રાખવું છે. પુણ્યોદય નહિ બચાવે, જ્ઞાન જ બચાવશે.
સ. જ્ઞાન પણ પુણ્યથી જ મળે ને?
જ્ઞાન માત્ર પુણ્યથી નથી મળતું, પુરુષાર્થથી મળે છે. પુણ્યયોગે સામગ્રી મળ્યા પછી પણ પુરુષાર્થ કરવામાં ન આવે તો જ્ઞાન ન જ મળે. શાસ્ત્રમાં કહ્યું છે કે સુખના અર્થીને વિદ્યા ન મળે, વિદ્યાર્થીને સુખ ન હોય. સુખ પુણ્યથી મળે ને ? હવે કહો કે જ્ઞાન અને પુણ્ય બંન્નેને મેળ બેસે ખરો ? સુખ છોડવાના અને કષ્ટ વેઠવાના પુરુષાર્થ વિના જ્ઞાન ન જ મળે. જે સમ્યજ્ઞાનના યોગે આ ચરિત્રગ્રંથની શરૂઆત થઈ હતી તે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org