________________
સાધુપણાથી વિચલિત થયા તે આ જ ક્રમે થયા ને ? દુ:ખ ગમે તેટલું આવે માર્ગથી વિચલિત નથી થવું અને ગમે તેવા ચમત્કાર દેખી મૂંઝાવું નથી. સુલસાસતીજી ભગવાનના નામે પણ ન ભોળવાયાં. આપણે તો ગણપતિ દૂધ પીએ તોય જોવા જઈએ ને?
સ. સમકિતી દેવ પાસે જવાય ને ? એ તો સહાય કરે ને ? સમકિતીદેવ સમ્યકત્વ નિર્મળ કરે ને ? - દેવ સમ્યકત્વ નિર્મળ ન કરે, ચારિત્ર લેવા સહાય કરે. સમ્યત્વની નિર્મળતા તો આપણે આપણા પુરુષાર્થથી કરવાની છે. દુઃખ ટાળવા માટે ડોક્ટર પાસે જાઓ તો વાંધો નથી, પણ માંત્રિકો પાસે નથી જવું. ભૂતનો વળગાડ પણ કર્મના કારણે નડે છે. તેથી કર્મનો વળગાડ કાઢવા માટે મહેનત કરવી છે. અને એ સામર્થ્ય ભગવાનની આજ્ઞાના પાલનમાં છે.
સ. આપણામાં સમ્યત્વ આવ્યું છે એની ખાતરી શું?
ગમે તેટલા મંત્રતંત્ર જોઈને ચિત્ત ચલાયમાન ન થાય અને સાચું સમજાયા પછી ગમે તેટલું કષ્ટ પડે તોપણ સત્યને છોડવું નથી-આવો પરિણામ હોય તો માનવું કે સમ્યકત્વ છે.
સ. ધનને સાચવવા માટે જેમ તિજોરી હોય તેમ સમ્યકત્વને સાચવવાનો કોઈ ઉપાય છે ખરો ?
સમ્યકત્વને સાચવવાનો ઉપાય એક જ છે અને તે આ સાધુપણું! સાધુપણા વિના સમ્યત્વ સાચવવાનું કામ કપરું છે. સાધુપણામાં સમ્યકત્વ સચવાય અને સમ્યકત્વના યોગે સાધુપણું પળાય. બંન્ને એકબીજાના પૂરક છે. આથી જ તો શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્મસ્વામી મહારાજે શ્રી જંબૂસ્વામી મહારાજને જણાવ્યું હતું કે जाए सद्धाए निक्खन्तो तमेव अणुपालेज्जा। (यया श्रद्धया निष्क्रान्तस्तमेव अनुपालयेत्।) જે શ્રદ્ધાથી ચારિત્રમાર્ગે નીકળ્યા છો તે જ શ્રદ્ધાથી તે માર્ગનું પાલન કરજો... ચારિત્રના પરિણામને ટકાવવાના બદલે શ્રદ્ધાને સાચવી રાખવાનું કહ્યું તેનું કારણ સમજાય છે ને ? ચારિત્રનું પાલન કરવાના બદલે શ્રદ્ધાનું અનુપાલન કરવાનું ફરમાવ્યું તેના ઉપરથી જ સમ્યકત્વની કિંમત સમજાય એવી છે. જે સાધુપણામાં દુઃખ આવ્યા પછી શ્રદ્ધાથી વિચલિત થાય તો ચારિત્રમાંથી પતન થયા વિના ન રહે. તકલીફ આવ્યા પછી પણ ટકી રહેવું એનું જ નામ સમ્યગ્દર્શન. આપત્તિ આવ્યા પછી તેમાં વિચલિત બન્યા વિના વિપત્તિને ટાળી સંપત્તિ સુધી પહોંચાડે એ જ સમ્યત્વનો ગુણ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
૨૯૧ www.jainelibrary.org
For Private & Personal Use Only