________________
કરવું છે ને ? તેનું કારણ એક જ છે કે શ્રદ્ધા બોદી થઈ ગઈ છે. આજે મનને અનુકૂળ પડે એવું કશું કરવું નથી. કારણ કે મનનો ખાડો પુરાય એવો નથી. મનને અનુકૂળ આપવાથી સમાધિ ન જળવાય, પ્રતિકૂળ એવું મન દૂર કરીએ તો સમાધિ મળે.
સ. વ્યવહારમાં રહ્યા હોઈએ તો કરવું પડે, જવું પડે.
આપણો માલ સાચવવો હોય તો ચોરબજારમાં ન જવું. જેઓ આપણને ભગવાનના માર્ગથી ઊંધે રવાડે ચઢાવે તેવાના પરિચયમાં જવું નહિ. જેઓ સંસારના સુખ માટે અને દુઃખ ટાળવા માટે ધર્મ કરે અને કરાવે તેઓ પરમપદના પ્રગટ ચોર છે - એવું શાસ્ત્રમાં કહ્યું છે. તમારો વ્યવહાર આવા ચોરબજાર જેવો જ છે ને ?
સ. અભિયોગ આપ્યા છે ને ?
અભિયોગ કે આગાર સેવવા માટે નથી આપ્યા, સેવાઈ જાય તો તમારું પચ્ચખ્ખાણ ભાંગતું નથી-એ જણાવવા માટે આપ્યા છે. અભિયોગ-આગાર દવા જેવા છે. સેવવા માટે સેવવાના નથી. પ્રાણ કંઠે આવે ત્યારે અભિયોગ સેવ્યા હોય તો ગુણની રક્ષા થાય. પહેલેથી અભિયોગ સેવીએ એ તો ગુણની ખામીને સૂચવે છે.
* આજના દિવસે આપણે શ્રીમતી મયણાસુંદરીને, શ્રીમતી સુલસાસતીને, શ્રીમતી અંજનાસતીને યાદ કરી લેવાં છે. એ મહાસતીઓએ કેટલા કપરા સંયોગોમાં સમ્યગ્દર્શનને સાચવ્યું એ વિચારીએ તો આપણું પુરુષત્વ લાજે એવું છે. સ્ત્રી-જાત હોવા છતાં, કોઈ પોતાના પક્ષમાં ન હોવા છતાં તેઓ સત્યને વળગી રહીને સમ્યકત્વને જાળવી શકે તો આપણે કેમ આટલા નમાલા બની ગયા છીએ કે જેથી દરેક ઠેકાણે સત્યને કાપવા જ તૈયાર થઈએ છીએ ? તેઓ તો પાઠક પાસે ભણીને તૈયાર થયાં હતાં, આપણે તો સાધુસાધ્વીનાં પડખાં સેવ્યાં છે ને? છતાં થોડા સ્વાર્થ ખાતર સત્યને વેગળું મૂકીએ-એ ચાલે? જેમાં કોઈ વિશિષ્ટ કષ્ટ નથી પડતું અને જેમાં ખાસ કશું ગુમાવવાનું નથી છતાં તે વાત માનવાને બદલે વાત કાપવાની મહેનત કરીએ-એ કઈ રીતે ચાલે ? એક બાજુ આ દિવસોમાં શ્રીપાળરાજા અને મયણાસુંદરીની વાતો કરવાની અને બીજી બાજુ સમાધાનના નામે ખોટાને પણ ચલાવી લેવું આ કેવી વૃત્તિ ? સાચું સમજાયા પછી બીજાને મનાવવા માટે મહેનત કરવાને બદલે આપણે ખોટું છોડીને ચાલ્યા જવું છે. ખોટામાં તણાવું નથી અને સાચાને છોડવું નથી. સમ્યકત્વથી વંચિત રાખવા માટે મોહરાજાનાં કારસ્તાન ઘણાં છે. ઘડીકમાં સુખના ટુકડા નાખીને લલચાવે તો ઘડીકમાં દુઃખથી ગભરાવી વિચલિત બનાવે. ધીમે ધીમે શ્રદ્ધાથી ભ્રષ્ટ બનાવે. મરીચિ
૨૯૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org