________________
* સંસારનાં સુખો ન મળે તો મરી નથી જવાના. સાધુભગવન્તો સુખ ભોગવતા નથી છતાં જીવે છે ને ? તો નહિ-જેવી વસ્તુ ખાતર જિંદગી બરબાદ નથી કરવી. સાધુપણા માટે પુરુષાર્થ કરી લેવો છે.
સ. કયું કર્મ કર્યું હશે કે સાધુપણાના પરિણામ જ જાગતા નથી ?
એનું કારણ એક જ છે કે ધર્મ પાસે સુખ માંગ્યું હતું માટે સુખ આપણને છોડતું નથી. હવે ધર્મ પાસે માંગવું નથી ને ? હવે એક જ કામ કરવું છે કે - માંગીને મેળવેલું કચરાપેટીમાં નાંખી દેવું છે, રાખવું નથી. કોઈ પૂછે કે – કેમ કાઢી નાંખ્યું ? તો કહેવું કે મને રાગ થાય છે તેથી સાધુપણાના પરિણામ જ જાગતા નથી માટે કાઢી નાંખ્યું છે. રાજાનો કાચની બરણીનો રાગ સંન્યાસીએ બરણી ફોડી નાખ્યા પછી જતો રહ્યો ને ? આજે સુખ માટે તમે તમારા પ્રાણ આપ્યા ને ? પૈસા માટે આખી જિંદગી ઘસી નાખી ને ?
ગૃહસ્થપણાનાં અનુષ્ઠાન સર્વવિરતિ પ્રાપ્ત કરાવનારાં છે પણ નિદ્રા અને વિકથાનો પ્રમાદ છોડી દઈએ તો. અને સાધુપણામાં આવ્યા પછી પણ નિદ્રા-વિકથા કરે તો કેવળજ્ઞાન પ્રાપ્ત નહીં થાય.
* સાધુપણું જોઈતું હોય તો આટલું નક્કી કરો કે – ઉપાશ્રયમાં આવ્યા પછી નિદ્રા અને વિકથા નથી કરવી. મદિરા પીતા ન હોવાથી તે પ્રમાદનો સંભવ નથી. ઠંડાં પીણાં વગેરે ઉપાશ્રયમાં પીવાના નથી અને ઝઘડો કરો તો લોકો ખરાબ ધારે એવા છે અથવા તો લોકો ટોકશે જ્યારે આ બે પ્રમાદ કરો તો કોઈ વાંધો આવે એવો નથી માટે આ બે પ્રમાદનો વધારે સંભવ છે તેથી તેનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો છે.
સ. નિદ્રા તો ઓછી છે પણ વિકથા જ મારે છે.
માટે તો તેનો ત્યાગ કરવો છે. વિકથા ટાળવા માટે ઉપાશ્રયમાં કોઈની સાથે વાત નથી કરવી.
સ. ધાર્મિક વાત પણ નહીં કરવી ?
વિકથાની શરૂઆત ધર્મથી થાય છે અને પૂર્ણાહુતિ અધર્મથી થાય છે. એટલા માટે તો આચાર્યભગવન્તે રાત્રે બે જણાએ ભેગા થઈને સ્વાધ્યાય કરવાની ના પાડી હતી. શરૂઆત સ્વાધ્યાયથી કરે અને પૂર્ણાહુતિ વિકથાથી કરે. ધર્મ કરતાં કરતાં અધર્મ પેસી જાય છે.
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org