________________
* પ્રાપ્તિની અપેક્ષાએ પહેલાં સાધુપદ છે પછી ઉપાધ્યાયપદ અને તે પછી આચાર્યપદ છે. આચાર્યભગવન્તની કે ઉપાધ્યાયભગવન્તની જરૂર તમને સાધુ થવા માટે જ છે ને ? એમની પાસેથી જ્ઞાન મેળવવું છે કે પૈસા ભેગા કરવા છે? આજે તમે ચોમાસા માટે ગુરુ લાવો તો કેવા લાવો? પૈસા ભેગા કરાવી આપે તેવા કે જ્ઞાન આપે તેવા? પહેલાંના કાળમાં ગુરુ શોધવા જવું પડતું હતું. શ્રી પૃથ્વીચંદ્રજીને પણ કહેવું પડ્યું ને કે – “હમણાં સદ્ગુરુનો યોગ નથી. સદ્ગુરુનો યોગ થશે પછી દીક્ષા લઈશું.' આપણને સદ્ગુરુ મળી ગયા છે માટે આપણા પુણ્યની અવધિ નથી, છતાં આપણને ગુરુની જરૂર છે ખરી? પૈસા ખરચાય, સમય ખરચાય પણ આત્માને લાભ ન થાય એવો મૂર્ખાઈભર્યો ધંધો ન કરીએ ને?
* મોક્ષ જોઈતો નથી માટે અત્યારે આપણે જે ધર્મ કરીએ છીએ એ પૂરો લાગે છે. મોક્ષ જોઈતો હોય તો આ ધર્મ અધૂરો લાગ્યા વિના ન રહે.
સાધુપદ :
* વરસોથી ધર્મ કરવા છતાં સાધુપણું ન મળે એનું દુઃખ મોઢા પર ન દેખાય એ સારી અવસ્થા નથી. નિકાચિતકોટીના અશાતાવેદનીયના ઉદયથી રોગ ન જાય તેવા વખતે જીવવા મળ્યું એનો આનંદ નથી હોતો પણ રોગ જવાનો નથી એનું દુઃખ એમના મોઢા ઉપર ચિકાર હોય છે. આજે નિકાચિત કોટિના ઉદયથી સાધુપણું ન લઈ શકો ત્યારે મોઢા ઉપર આનંદ દેખાય કે દુઃખ?
* મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ આ વાત આપણને બેસે ખરી ? સુખ માટે કે પુણ્ય માટે ધર્મ કરવો આ વાત ઝટ બેસી જાય ને ?
સ. મોક્ષ માટે ધર્મ કરવો એ વાત સાચી પણ જેમ ઈષ્ટ સ્થાને પહોંચતી વખતે વચ્ચે સ્ટેશન આવે ત્યારે ત્યાં ઊતરીને ચા-પાણી પીને સીટી વાગે ત્યારે પાછા ગાડીમાં બેસી જઈએ તો અહીં પણ થોડું-ઘણું પુણ્ય ભોગવી લઈએ તો વાંધો નહીં ને?
અહીં સીટી નહીં ઢોલ વગાડીએ તોય જાગતા નથી. અહીં તો ગાડીમાં બેઠાં બેઠાં ખાવાનું ચાલુ છે. સંયમની યાત્રા કરતાં કરતાં પુણ્ય તરફ નજર નાંખવા માંડી ને ? સ્વાધ્યાય હણાય, અપ્રમત્તતા હણાય એવી રીતે ખાવાપીવાનું શરૂ કર્યું હોય તો કેવી રીતે નભાવાય ?
૨૮૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org