________________
સ. પુષ્ય ભોગવે અને ગમે નહીં એ કેવી રીતે બને ?
તમે શેઠની નોકરી જે રીતે કરો છો તે રીતે. આજે આપણે ધર્મ પણ આ રીતે જ કરીએ છીએ ને? કરીએ ખરા પણ ગમે નહીં ને ?
* સંસારનાં સુખો ભોગવીને જ જન્મ-મરણ નોતર્યો કે ધર્મ કરીને? આ સુખની લાલસા પ્રત્યે નફરત ન થાય ને? સંસારના સુખની લાલસા ઘટે, પુણ્યની ભયંકરતા સમજાય, જન્માદિનાં દુઃખો યાદ કરાવે માટે ગુરુભગવન્ત પાસે શ્રવણ કરવું છે. સંસારની અસારતાનું ભાન કરાવી આપે એવી તાકાત શ્રીજિનેશ્વરભગવન્તના વચન સિવાય બીજા કોઈનામાં નથી. આ વચન ગુરુભગવન્ત સિવાય કોઈ બતાવનાર નથી.
* ધર્મની શરૂઆત જ આજે આપણે ખોટી રીતે કરી છે. કરેલા ધર્મની ધૂળધાણી કરવાનું કામ વિષયકષાયની લાલસા કરતી હોય છે. સમકિતી સાત વ્યસન સેવીને પણ નિર્જરા કરે અને આપણે ધર્મ કરવા છતાં કર્મબંધ કરીએ એ કેટલું બેહૂદું છે! ધર્મ કરવા છતાં અજ્ઞાની જ રહ્યા ને ? કેવળજ્ઞાન ન મેળવ્યું ને?
સ. દવાનું જ્ઞાન ન હોવા છતાં દવા લે તો રોગ જાય ને?
જાતે દવા લે તો રોગ જાય કે પ્રાણ જાય? દવા લીધા પછી રોગ જાય, પણ ક્યારે ? ડૉક્ટરનું કહ્યું માને ત્યારે ને ? આજે આપણે ધર્મ કરીએ એ ભગવાનની આજ્ઞા મુજબ કે આપણી ઈચ્છા મુજબ ? આજે નવકારશી-ચોવિહાર પણ આહારની લાલસા ન વધે એ રીતે કરીએ ને ? નવકારશી કરનારને નવકારશીમાં બીજી ચાર વસ્તુ જોઈએ ને ? તપનો અધ્યવસાય અને સંસારની લાલસા : આ બેનો મેળ જ જામતો નથી. ભવથી પાર ઊતરવાનો પરિણામ નહિ હોય તો આપણો ધર્મ લેખે નહીં લાગે.
* સુખ માટે પણ ધર્મ થાય અને મોક્ષ માટે પણ ધર્મ થાય-એવી દેશનાને પાપદેશના કહેવાય.
સ. બાળજીવોને ધર્મમાર્ગે વાળવા માટે શરૂઆતમાં આ રીતે કહેવાય તો ?
સુખ ભોગવવામાં બાપ બનવું છે અને ધર્મ માટે બાળ બનવું છે? આવી લુચ્ચાઈ બાળમાં ન હોય. બાળ તો સરળ હોય, ધર્મના નામે સુખ ભોગવનારા બાળ કહેવાય કે લુચ્ચા?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org