________________
સ. પુણ્યનો ઉપયોગ નહીં જ કરવાનો?
ના, તમારે અને અમારે તો આજ્ઞામાં જ જીવવાનું, આજ્ઞા ગમે એ જ નવપદનું શરણું સ્વીકારી શકશે. આજે નવપદની આરાધના કરનારને પૂછવું છે કે – સાધુપણું ઉપાદેય લાગ્યું છે ખરું ? સાધુપણું લેવું છે માટે નવપદના શરણે જવાનું છે. બાકીનાં આઠ પદ સાધુપણા વગર મળે એવાં નથી. આઠ પદમાં ચાર પદ સાધુપણાના કારણરૂપ છે અને બીજાં ચાર પદ સાધુપણાના કાર્યરૂપ છે. સાધુપણું મળે, સાધુપણું જળવાઈ રહે અને સાધુપણું પૂર્ણતાના આરે પહોંચે એના માટે નવપદનું શરણું સ્વીકારવાનું છે. જે દિવસે દીક્ષા યાદ ન આવે એ દિવસે ઉપવાસ કરવો છે? જે દિવસે સાધુપણું યાદ ન આવે, એ દિવસ નકામો ગયો છે – એમ લાગે ખરું? બારમાંથી એક જાય તો કેટલા રહે – એમ કોઈ પૂછે તો કોઈ કહે અગિયાર, પણ ખેડૂતને પૂછો તો એ કહેશે કે – બારે નકામા જાય. વાવણી કર્યા પછી એક મહિનો વરસાદ ન વરસે તો બારે બાર મહિના નકામા જાય એટલી અક્કલ ખેડૂતને છે જ્યારે આપણને કેવળજ્ઞાન કે સાધુપણું યાદ ન આવે તોપણ દિવસ સફળ લાગે છે ને ? સાધુપણું યાદ ન આવે તો બીજાં આઠ પદની આરાધના નકામી જવાની. આજે તમારા મનમાં ‘ગૃહસ્થપણામાં જ્ઞાન-દર્શન-ચારિત્રતપની આરાધના થાય છે એવું છે માટે જ સાધુપણું નથી લેતા ને ?
સ. ગૃહસ્થનાં બધાં અનુષ્ઠાન સાધુપણા માટે જ છે ને?
મને ખબર છે પણ તમે શું કરો છો એ જોયું છે ? સામાયિક ઉચ્ચરાવતી વખતે ઈચ્છકારી ભગવન્! પસાય...' બોલતાં બોલતાં આંસુ આવવા જોઈએ ને ? આ તો હસતાં હસતાં બોલે. સામાયિકનું દુઃખ થશે એ દિવસે સર્વવિરતિ મળશે. ફૂટ લેવા ગયા પછી સફરજન અને કેળાં : બે હોય તે વખતે સફરજન પોસાય એવું ન હોય તો કેળાં લઈને જાઓ પણ હૈયે દુઃખ હોય ને ? કેળાંના ભાવમાં સફરજન આપે તો કેળાં લો ખરા ? જે લોકો સાધુપણું લઈને બેઠા છે એમનેય સાધુપણું યાદ નથી આવતું અને જેઓએ નથી લીધું તેમને પણ સાધુપણું યાદ નથી આવતું. વિચિત્ર દશા છે ને?
વ્યવહારમાં કોઈના પ્રસંગમાં ગયા હોય તો જેનો પ્રસંગ હોય તેને મળ્યા વિના નથી રહેતા જ્યારે અહીં નવપદના શરણે ગયેલાને સાધુપણું યાદ નથી આવતું. ન યાદ આવે તો પરાણે યાદ કરવા માટે ઉપવાસ કરવો છે. સુખ ભોગવતી વખતે આનંદ આવે છે એ સાધુપણું યાદ નથી આવતું માટે. સુખ ભોગવવાની શરૂઆત કરતી વખતે મનમાં નમો લોએ સવ્વસાહૂણં બોલવું છે. આટલું બોલીએ તોપણ રસ ઓછો થશે, આવેગ ઓછો થશે અને સાધુપણાના પરિણામ જાગ્યા વગર નહીં રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org