________________
* આરાધના એકલા કરવી પડે તો વાંધો નહિ પણ આરાધનાના નામે એકતા નથી કરવી. એકત્વમાં જે સુખ છે તે એકતામાં નથી.
* દુઃખના કારણે જે શ્રદ્ધા વિચલિત થાય તે ભણીને પાકી કરાય છે, આથી સમ્યગ્દર્શન પછી સમ્યજ્ઞાન પદ .
સમ્યજ્ઞાનપદ :
આ સંસારમાં ગમે તેવા પુણ્યના પ્રકર્ષવાળાને જન્મ, જરા ને મૃત્યુનાં દુઃખો આવ્યા વિના રહેતાં નથી. અનુત્તરવાસી દેવોને અને તીર્થંકરના આત્માઓને પણ જન્મમરણનાં દુઃખો તો ભોગવવાં જ પડે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ એક ઠેકાણે કહ્યું છે કે મહાપુરુષોને જન્મ એ મૂયો મૂય: ત્રપરિમ્’ વારંવાર લજ્જાને પાત્ર છે. મરવું શરમજનક નથી પણ જનમવું શરમજનક છે ને ? જેઓ જન્મ દૂર કરવા નીકળ્યા તેઓને જન્મ લેવો પડે તો લજ્જા આવે ને ? કમાવા માટે ગયેલા ખોઈને આવે તો મોટું બતાવે ખરા ?
* સમ્યગ્દર્શનને ટકાવવા માટે જ નહિ તેને નિર્મળ બનાવવા માટે પણ સમ્યગજ્ઞાન જ ઉપયોગી છે. જ્યારે મળેલા જ નહિ, કેળવેલા ગુણોને પણ ગુમાવી દે એવું આ અજ્ઞાન છે. સમ્યગ્દર્શનને અને સાધુપણાને ટકાવે એના માટે આ જ્ઞાનપદ છે. શ્રદ્ધાનો દીપક નિશ્ચલ અને ઝળહળતો બને તેમ જ ચારિત્રનું પાલન મજેથી કરી શકાય એ માટે જ્ઞાનની આરાધના છે. જે અજ્ઞાની હોય તે સમ્યગ્દર્શન ગુમાવી બેસે અને ચારિત્રથી પતન પામ્યા વિના ન રહે. આજે આપણે જ્ઞાનની આટલી મહત્તા જાણવા છતાં આપણને જ્ઞાન પર વિશ્વાસ નથી ને પુણ્ય પર જ વિશ્વાસ છે ને ? જ્ઞાન બચાવે કે પુણ્ય બચાવે ? શ્રીપાળરાજા ને મયણાસુંદરીનો રાસ રચાયો તે આ જ પાયા પર રચાયો છે ને? જો મયણાસુંદરીને કર્મ પર વિશ્વાસ ન હોત અને શ્રદ્ધા મજબૂત ન હોત તો આ પ્રસંગ ઊભો થાત જ નહિ. આજે આપણને પુણ્ય ઉપર જે વિશ્વાસ છે તે ખસેડીને જ્ઞાન પર વિશ્વાસ કેળવવો છે. જ્ઞાન જે આપણી પાસે હશે તો આ લોક પણ સુધરશે અને પરલોક પણ સુધરશે. જે જ્ઞાન નહિ હોય તો બંન્ને લોક બગડ્યા વગર નહિ રહે. પુણ્ય તો ભોગવવાથી પૂરું થઈ જશે જ્યારે જ્ઞાનના સંસ્કાર ભવાન્તરમાં પણ લઈ જવાય છે.
૨૯૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org