________________
પ્રયત્ન મોહનીયને દૂર કરવા માટે થાય તો મોહનીય ગયા વગર નહીં રહે. અશાતા તો જાય કે ન પણ જાય, મોહનીય તો ચોક્કસ જશે.
* સંસાર સારો કરવા માટે નવપદનું શરણું નથી સ્વીકારવાનું, સંસાર ભૂલવા માટે નવપદનું શરણું સ્વીકારવાનું છે. પુણ્ય બાંધવા ઉપાશ્રયમાં નથી જવાનું, ઘાતિકર્મના ક્ષય માટે ઉપાશ્રયમાં જવાનું છે. સુખ ભોગવવા આચાર્યભગવન્તનો ઉપયોગ નથી કરવો, જ્ઞાન મેળવવા ઉપયોગ કરવો છે. પછી એ આચાર્યભગવન્ત પુણ્યશાળી ન હોય તો પણ ચાલશે.
* વીતરાગપરમાત્માના શાસનને પામેલા મહાપુરુષોએ અરિહન્તાદિનું શરણું સ્વીકાર્યું અને આપણે પણ અરિહન્તાદિનું શરણું સ્વીકારીએ છીએ પણ એમનામાં અને આપણામાં ફરક છે. તેઓ મોશે પહોંચવા માટે સ્વીકારે છે અને આપણે સુખ ભોગવવા સ્વીકારીએ છીએ.
* પુણ્ય ગમે તેટલું ચઢિયાતું હોય પણ ક્ષાયિકભાવને પમાડી ન આપે તો એ મારક બન્યા વિના નહીં રહે.
* મોક્ષમાર્ગના દેશક એવા વીતરાગપરમાત્મા અત્યારે તારવા આવવાના નથી અને સિદ્ધપદ સાધ્ય તરીકે હોવાથી આખા ભવચક્રમાં એક વાર મળવાનું છે. આવા સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે આચાર્યભગવન્ત વગર ચાલે એવું નથી.
* પુણ્યથી સુખ મળે છે બોલનારા પણ સુખ માટે પાપ મજેથી કરે ને ? આપણી શ્રદ્ધા મજબૂત છે ને? સુખ કઈ રીતે મેળવવું અને દુઃખ કઈ રીતે ટાળવું એની આપણને ખબર હોય પણ ધર્મ કઈ રીતે કરવો એની ખબર ન હોય ને?
* મોક્ષની સાધના શરૂ કરી હોય તો કોઈની તાકાત નથી કે તેમાં બાધા પહોંચાડે. દુઃખ પ્રત્યે પ્રેમ વધે અને સુખનો રાગ ઓછો થાય ત્યારે સમજવું કે મોક્ષની સાધના શરૂ થઈ છે. આજે આપણી સુખની ઈચ્છાએ મોક્ષની સાધના શરૂ કરવા દીધી જ નથી. ચોરી કરીને, જૂઠું બોલીને પણ સુખ મેળવવાની આપણી ઈચ્છા છે ને?
* પુણ્ય ગમે એણે પાપ ભોગવવાની, દુઃખ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. પુણ્ય ન ગમે એ પુણ્ય છોડીને નિર્જરા કરવા તૈયાર થઈ જશે. પુણ્ય ભોગવે પણ ગમે નહીં ને ?
૨૮૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only