________________
* જગતના જીવોને વિદ્વાન ગણે તે મૂર્ખ બન્યા વિના ન રહે. ભણેલો માણસ મરીને ક્યાં જવાનું છે તે ન વિચારે તો તે અભણ છે-એમ સમજવું. મર્યા પછી ક્યાં જવાનું છે તે વિચારે નહિ તે ભણેલો પણ અજ્ઞાની છે.
* જેમણે તત્ત્વની પરીક્ષા કરી નથી તેવા લોકો, પ્રવૃત્તિ છે પ્રધાન જેમને એવા લોકો જે માર્ગે પ્રવર્તેલા હોય તેવા માર્ગે જાય છે. તત્વને પ્રધાન માનનારા લોકોના માર્ગને, અપરીક્ષિતતત્વ જીવો અનુસરતા નથી. જ્યારે વિવેકી જનો તત્ત્વને જ અનુસરે
* હવે ફરી શિષ્ય શંકા કરે છે કે – શાસ્ત્રમાં કહ્યું છે કે “મહાજનો યેન ગતઃ સ પત્થા' આ ન્યાયે લોકપ્રવૃત્તિ જ કલ્યાણકારી છે : એવું જે માને છે તેને શિક્ષા આપવા માટે કહે છે: ૩૪મી ગાથાથી. લોકન્યાયનું જ અનુસરણ કરવું જોઈએ એવો એકાન્ત નથી. જે શિષ્ટ જન હોય તેમના શિષ્ટત્વનું અનુસરણ કરવાની વાત છે. જે લોકપ્રવૃત્તિ જ કલ્યાણકારી હોય તો આગમમાં એવું વચન ન હોત કે કલહ(વાકકલહ)ને કરનારા, ડમર(કાયાકલહ)ને કરનારા, અસમાધિને કરનારા, અનિચ્છનીયને કરનારા એવા મુંડ ઘણા છે અને શ્રમણો અલ્પ આ ભરતવાસમાં છે. આ રીતે બહુમુંડાદિ જણાવનારા વચનના કારણે પરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે, લોકપ્રવૃત્તિ નહિ – એ સમજાય તેવું છે.
* જો બહુજનની પ્રવૃત્તિ જ પ્રધાન છે એવું માનવું હોય તો બીજી આપત્તિ જણાવે છે કે – ઘણા લોકોએ પોતાની રુચિ મુજબ જે અનુષ્ઠાન કર્યું હોય તે અનુષ્ઠાન જ, કોઈ પણ જાતના આરાધનાવિરાધનાના વિમશ-વિચાર વિના જેઓ કરવાને ઈચ્છે છે તેઓએ શૈવમુનિ કે જૈનોના આભાસ રૂપ જૈનમુનિ વગેરે લોકોનો ધર્મ મૂકવો ન જોઈએ. કારણ કે રાજા-અમાત્ય વગેરે ઘણા લોકોની પ્રવૃત્તિ એ ધર્મમાં હોય છે. તેથી એ ધર્મ છોડાવો ન જોઈએ : આ રીતે ગતાનુગતિક પક્ષ અસંગત જ છે.
* સ્વરુચિરચિત અનુષ્ઠાન એટલે શાસ્ત્રમાં જેનું વિધાન ન મળતું હોય તેવી પણ પ્રવૃત્તિ પોતાની સ્વાર્થસિદ્ધિ ખાતર કરવી તે. ભક્તામરપૂજન, સંતિકરંપૂજન, પદ્માવતીપૂજન, શ્રમણી-વંદનાવલી વગેરે આજની ઘણી પ્રવૃત્તિઓ સ્વરુચિરચિત અનુષ્ઠાનમાં સમાય છે.
* તેથી નક્કી છે કે જે અનુષ્ઠાન આજ્ઞાને અનુસરતું હોય તે જ બુધજન વડે, પંડિતજન વડે સેવવાયોગ્ય છે. આ ધર્મની વિચારણામાં કે પરલોકની ચિંતામાં ઘણા
૨૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org