________________
* કેટલાક લોકોને વિધિમાર્ગની સ્થાપનાના કારણે તીર્થના ઉચ્છેદના ડર રૂપ જે કુગ્રહ છે તે કુગ્રહ ક્યા કારણસર કુગ્રહ છે તે ૩૭મી ગાથાથી જણાવે છે.
ગાથા ૩૭ : જે કારણથી છસ્થોને મોક્ષમાર્ગની શ્રદ્ધા માટે આગમપ્રમાણને છોડીને બીજું એક પ્રમાણ નથી તેથી આગમપ્રમાણમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આના ઉપરથી નક્કી થાય છે કે જેઓ આગમ મુજબ પ્રયત્ન ન કરતાં વિપરીત રીતે અથવા તો પોતાની ઈચ્છા મુજબ પ્રયત્ન કરે છે તેઓ કુગ્રહવાળા છે.
* રૂપનું જ્ઞાન કરવું હોય તો ચક્ષુ ઈન્દ્રિયથી થઈ શકે, રસનું જ્ઞાન કરવું હોય તો રસનેન્દ્રિયથી થાય, ગંધનું જ્ઞાન કરવું હોય તો ધ્રાણેન્દ્રિયથી થાય, સ્પર્શનું જ્ઞાન કરવું હોય તો સ્પર્શનેન્દ્રિયથી થાય તેમ જ શબ્દનું જ્ઞાન કરવું હોય તો શ્રવણેન્દ્રિયથી થાય
જ્યારે સંસારમાં એવું એક પણ સાધન નથી કે જેનાથી મોક્ષનું જ્ઞાન થાય. તે તે ઈન્દ્રિયનો ઉપયોગ મૂકીને તે તે વિષયનું જ્ઞાન થાય પરન્તુ મોક્ષનું જ્ઞાન ન થાય. તેમ જ સંસારમાં એવું એક પણ લિંગ નથી કે જેના કારણે મોક્ષનું અનુમાન થાય. વનિ દેખાતો ન હોવા છતાં ધુમાડારૂપ લિંગથી વનિનું અનુમાન કરી શકાય છે જ્યારે અહીં મોક્ષનું એક પણ લિંગ નથી દેખાતું તેથી મોક્ષનું અનુમાન પણ શક્ય નથી બનતું. સંસારમાં બધી કર્મસહિત અવસ્થા છે, એ કર્મરહિત અવસ્થાને કઈ રીતે જણાવે ? માટે છદ્ભસ્થ જીવોને મોક્ષની શ્રદ્ધા કરવી હોય તો આગમપ્રમાણ જ કામ લાગે એવું છે. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ નહીં. મોક્ષનો એકાદ અંશ સંસારમાં હોત તો તેને દષ્ટાન્ત બનાવીને મોક્ષની સિદ્ધિ કરી શકાત. સંસારમાં જેટલાં જેટલાં ઉદાહરણો મળશે એ બધાં પુદ્ગલનાં જ મળશે. પુદ્ગલ વગરનું એક પણ ઉદાહરણ નહીં મળે. સંસાર પુદ્ગલ ઉપર ચાલે છે અને મોક્ષ પુદગલ વગરનો છે તેથી બન્નેને સરખાવી શકાય એવું છે જ નહીં. માટે કર્મરહિત અવસ્થા રૂપ મોક્ષ જોઈતો હોય તો આપ્ત પુરુષના વચન રૂપ આગમને પ્રમાણભૂત માનીને વિધિ મુજબ આરાધના કરવા તૈયાર થવું પડશે.
* પ્રકારાન્તરથી સન્માર્ગ અને કુમાર્ગનું નિરૂપણ ૩૮મી ગાથાથી કરે છે.
ગાથા ૩૮ : ગૃહસ્થલિંગી, કુલિંગી અને દ્રવ્યલિંગી : આ ત્રણ સંસારના માર્ગ છે અને સુયતિ, સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિક : આ ત્રણ મોક્ષમાર્ગ છે. અહીં માર્ગનું નિરૂપણ ને માર્ગવાનનું નિરૂપણ આધાર - આધેયભાવના અભેદને લઈને કર્યું છે. પાણી લાવો કીધા પછી પાણીવાળો ઘડો લઈ જાઓ તે પાણી અને પાણીના ઘડાને એક માનીને જ ને ? તેમ અહીં સમજી લેવું.
૨૬૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org