________________
સ. ધર્મ અને પુણ્ય બન્ને એક જ ને ?
ના, ધર્મ અને પુણ્યમાં કાર્યકારણભાવ છે. ધર્મ ક્ષાયિકભાવનો છે, ક્ષયોપશમભાવનો છે જ્યારે પુણ્ય તો ઔદયિકભાવનું છે. ધર્મ ક્ષાયિકભાવમાં પરિણમે, પુણ્ય નહિ. પુણ્ય તો અહીં જ મૂકીને જવાનું છે. સુખ ગમે છે માટે પુણ્ય ગમે છે, મોક્ષ ગમતો નથી માટે ધર્મ ગમતો નથી.
સ. ધર્મ ગમે છે એવું ક્યારે કહેવાય ?
પુણ્યથી મળતાં સુખો ઉપરથી નજર ખસે તો સમજવું કે ધર્મ ગમે છે. જ્યાં સુધી સુખ ઉપર જ નજર ચોટેલી હોય ત્યાં સુધી ધર્મ ગમતો નથી એમ સમજી લેવું. કોઈને કહીએ કે ન કહીએ આપણે આપણી જાતને પૂછી લેવું છે. આપણી જાત સાથે માયા નથી કરવી. આપણી જાતને પ્રામાણિકપણે પૂછી લેવું છે કે પુણ્ય ગમે છે કે ધર્મ ? જે આત્મવંચના કરે તે પરચના કર્યા વિના નહિ રહે. જે આત્મવંચના ન કરે તે પરવંચના નહિ કરે.
* આજે તમારી પાસે કે અમારી પાસે યોગ્યતા સારામાં સારી હોવા છતાં પણ સુખના રાગે તમે અને અમે ફળથી વંચિત રહ્યા. તમે સંસારના સુખો ભોગવવામાં ચારિત્રથી વંચિત રહ્યા, અને અમને અહીંનાં માનપાન ગમી ગયાં એટલે આરાધનાથી વંચિત રહ્યા. ભગવાને આઠમે વરસે દીક્ષા લેવાનું કહ્યું હોવા છતાં આપણે સંસાર માંડ્યો ને ? હવે નીકળવું છે?
સ. કુંડાળામાં ફસાઈ ગયા છીએ.
કુંડાળું આપણે જાતે જ દોર્યું છે. કરોળિયો જેમ જાતે જાળ બનાવે ને એમાં ફસાયા તેમ આપણે પણ જાતે રચેલી જાળમાં ફસાઈએ છીએ. આમાંથી નીકળવું હશે તો એક ઝાટકે બધું તોડી નાંખવું પડશે. શાલિભદ્રજીને પુણ્ય કાચું લાગ્યું તો છોડી દીધું, તેને પકવવા ન બેઠા. આપણે તો પુણ્યમાં ખામી લાગ્યા પછી પૂરવા બેસીએ ને ? શાલિભદ્રજી જેવા સુકુમાલ શરીરવાળા પણ જે ચારિત્ર પાળી શકે તો આપણને આવા ખડતલ શરીરે
ક્યાં વાંધો આવવાનો છે? સંસાર સુખની ઈચ્છા જ મોક્ષની ઈચ્છાને પેદા થવા દેતી નથી. આજે કેવળજ્ઞાન માટે ઝૂરનાર સાધુ અને સર્વવિરતિ માટે ઝૂરનાર શ્રાવક લાવવા ક્યાંથી ? કેવળજ્ઞાન માટે ત્રીસ વરસ ઝૂરનાર ગૌતમસ્વામી જેવા અને દીક્ષા માટે છે મહિના સુધી રોકકળ કરનાર વજસ્વામી જેવા કેટલા મળે ? આપણે તો દીક્ષા માટે કે કેવળજ્ઞાન માટે ત્રણ મિનિટ પણ ઝૂરવાની તૈયારી નથી તો ક્યાંથી દીક્ષા મળે ? જરાક
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org